ભાવનગરમાં 50 કરોડના વિકાસ કામોનું ખાતમુહર્ત, વંચિત વિસ્તારો હવે સુવિધા યુક્ત બન્યા

ભાવનગરમાં 50 કરોડના વિકાસ કામોનું ખાતમુહર્ત, વંચિત વિસ્તારો હવે સુવિધા યુક્ત બન્યા

* ભાવનગરમાં કરોડોના વિકાસના કામોનું ખાતમુહુર્ત કરાયું
* ૧૫ લાખ લીટરની પાણીની ટાંકીના કામનું કરાયું ખાતમુહુર્ત
* મેયર સહિતની અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી
* સમસ્યા યુક્ત વિસ્તાર હવે સુવિધા યુક્ત બની રહ્યા છે.

નવનીત દલવાડી/ભાવનગર: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કરોડોના વિકાસના કામોનું ખાતમુહુર્તના કાર્યક્રમો યોજાયા હતા. લાંબા સમય થી સમસ્યા યુક્ત આ સ્લમ વિસ્તારને સુવિધા યુક્ત બનાવવા તંત્ર દ્વારા આ વિસ્તારમાં બે વર્ષમાં ૫૦ કરોડના વિકાસના કામો કરવામાં આવ્યા છે ત્યારે આજે ઓવરહેડ પાણીની ટાંકીનું ખાતમુહુર્ત કર્યું હતું.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવેલા વિકાસના કામોના ખાતમુહુર્તના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્યના હસ્તે તેમના જ મતવિસ્તાર એવા ભાવનગર પશ્ચિમમાં રૂ. ૪ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૫ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ઉંચી ટાંકીના કામનું ખાતમુહુર્ત કર્યું હતું. 

આ તકે તેમની સાથે મેયર અને મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ પણ જોડાયા હતા. ભાવનગર પશ્ચિમ વિસ્તાર કે સ્લમ વિસ્તાર છે અને થોડા વર્ષો અગાઉ આ વિસ્તાર પાયાની સુવિધા થી વંચિત એટલે કે સમસ્યા યુક્ત હતો. જેને ભાજપના શાસનમાં સુવિધા યુક્ત બનાવ્યો છે. આ વિસ્તારમાં હાલ રોડ-રસ્તા-પાણી-ડ્રેનેજ વગેરેના વિકાસના કામોમાં ૨ વર્ષમાં ૫૦ કરોડના વિકાસના કામો થયા છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તાર કે જે ભાવનગર પશ્ચિમ વિસ્તાર છે ત્યાં વિકાસના કામો લાંબા સમયથી હાથ ધરવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે. જેના લીધે હવે આ વિસ્તારના લોકો પણ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news