Mumbai Rains: મુંબઇમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર, વસઈમાં ભૂસ્ખલન; એકનું મોત

Mumbai Rains: હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર મુંબઇ શહેર અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે

Mumbai Rains: મુંબઇમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર, વસઈમાં ભૂસ્ખલન; એકનું મોત

Mumbai Rains: મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઇ છે. ત્યારે આજના દિવસે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર ક્યું છે. આ સાથે જ હાઈ ટાઈડ એલર્ટ પણ જાહેર કર્યું છે. જાણકારી અનુસાર અંધેરીમાં પાણી ભરાઈ ગયા છે. બસ-મેટ્રો અને ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. ઘરથી નીકળતા પહેલા બદલાયેલા રૂટની જાણકારી જરૂરથી મેળવી લો.

હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર મુંબઇ શહેર અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ ક્યારેક ક્યારે ભારે પવન 45-55 કિમી પ્રતિ કલાકની ગતીથી ફૂંકાવવાની શક્યતા છે.

બસના બદલાયેલા રૂટ
નીચેના બેસ્ટ બસ માર્ગોને બદલવામાં આવ્યા છે. બદલાયેલા માર્ગ આ પ્રકારે છે.

સાયન રોડ નંબર 24 પર સાયન રોડ નંબર 3 થી બસ નંબર 341, 411, 22, 25, 312

High Tide નો સમય
11:44hrs – 4.68mtr
23:38 hrs – 4.06 mt

Low tide નો સમય
17:48 hrs- 1.73 mtr

પાલઘર કલેક્ટરે જણાવ્યું કે, પાલઘર જિલ્લાના વસઇ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ઘરોને ક્ષતિગ્રસ્ત થવાની સાથે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં બે લોકોને બચાવવામાં આવ્યા છે.

પાલઘર જિલ્લાના વસઇ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનામાં એક વ્યક્તિનું મોત, બે લોકો ગંભીર રીતથી ઘાયલ થયા છે. જિલ્લાના કલેક્ટરનું કહેવું છે કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

વર્ધા જિલ્લામાં કચ્ચા વન બાંધ તૂટી ગયો છે. જે બાદ ત્રણ ગામમાં પાણી ભરાયા છે. આખા રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news