અડધા અમદાવાદીઓની ગાડી ગેરેજમાં, ભારે વરસાદે વાહન માલિકોને મોટા ખર્ચામાં ઉતાર્યાં
Ahmedabad Rain : અડધા અમદાવાદીઓની ગાડીઓ બગડી ગઈ છે. અમદાવાદમાં અનેક ચાલકોની ગાડીઓ બગડેલી હાલતમા પડી છે. વરસાદ બાદ વર્કશોપમાં બગડેલી કારનો ભરાવો થયો છે. સરેરાશ 50 ટકા ગાડીઓ હાલ ગેરેજમાં પડી છે
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :રવિવારે અમદાવાદમાં પડેલા ગળાડૂબ વરસાદના પાણી આજે બુધવારે પણ ઓસર્યા નથી. આજે પણ અનેક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી પાણી નીકળ્યા નથી. રવિવારે ભારે વરસાદમાં લોકોના વાહનો આખેઆખા પાણીમાં ડૂબી ગયા હતા. જેને કારણે વાહન માલિકો મોટા ખર્ચામાં ઉતર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદના મોટાભાગની ગેરેજની દુકાનો પર ગાડીઓનો ભરાવો થયો છે. લાંબા સમય વાહનો પાણીમાં પડ્યા રહેતા વાહનોના પાર્ટસ બગડી ગયા છે.
હાલ ગુજરાતમાં વરસેલા વરસાદે ગાડી માલિકોને આર્થીક નુકસાનમાં ઉતાર્યા છે. કાર, બાઈક પાણીમાં ગરકાવ થતાં એન્જિનના હેડ, એન્જિનના બ્લોક પર અસર થઈ છે. વાહનોના અનેક પાર્ટસ બગડી ગયા છે. પાણીમાં જળ સમાધિ લીધેલ કારમાં સરેરાશ 10 હજારથી માંડી ૧૫ લાખ સુધીનો ખર્ચ આવે છે. સ્મોલ સેગમેન્ટની ગાડી પાણીમાં ડુબી હોય અને તેને ચાલુ કર્યા સિવાય વર્કશોપ સુધી લઇ જવાય તો તે ૧૦ થી ૧૫ સુધીના ખર્ચામાં રીપેર થઈ જાય છે. પણ જો આ વાહન સેલ મારીને ચાલુ કરવામાં આવેતો તેનો ખર્ચે વધીને 50 હજાર થી 75 હજાર સુધી પહોંચે છે. હાઇ એન્ડ અને લક્ઝુરીયસ કાર્સ પાણીમાં ડુબી હોય અને તેને ટો કરી વર્કશોપ લઇ જવાય તો તે ૨૫ થી ૩૦ હજાર સુધીમાં રીપેર થાય છે. પરંતુ જો આ કાર સેલ મારી ચાલુ કરવામાં આવેતો તેનો ખર્ચ 15 લાખ સુધી પહોંચે છે. હાઇએન્ડ કારમાં ઇવીએમ, બીસીએમ અને ઇલેક્ટ્રોનિક મોડ્યુલના કારણે રીપેરીંગ ખર્ચ વધારે આવે છે.
આ વિશે ઓટોમોબાઇલ એક્સપર્ટ મનિષ દવેએ જણાવ્યું કે, કાર લાંબો સમય પાણીમાં પડ્યા રહે તો અને તેને ચાલુ કરવાનો પ્રયાસ કરીએ તો એન્જિન હાઇડ્રોસ્ટેટીક લોક થાય છે. એન્જિન હાઇડ્રોસ્ટેટીક લોક થતાં તેનો ઇન્સ્યોરન્સ પાસ થતો નથી. જે વાહન માલિકે એન્જિન કવર અને ઓઇલ ટેન્ક કવર વીમો લીધો હોય તેને વરસાદમાં ડુબેલી કારના રીપેરીંગમાં લાભ મળે અને તે પણ ત્યારે જ્યારે વાહન માલિકે ગાડી ચાલુ ન કરી હોય ત્યારે જ, નહિ તો તેનો ફાયદો મળતો નથી.
હાલ સ્થિતિ એવી છે કે, અડધા અમદાવાદીઓની ગાડીઓ બગડી ગઈ છે. અમદાવાદમાં અનેક ચાલકોની ગાડીઓ બગડેલી હાલતમા પડી છે. વરસાદ બાદ વર્કશોપમાં બગડેલી કારનો ભરાવો થયો છે. સરેરાશ 50 ટકા ગાડીઓ હાલ ગેરેજમાં પડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે