Mumbai-Pune Expressway Accident: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત, 7 ગાડીઓ પરસ્પર અથડાઈ, જુઓ Video

Mumbai-Pune Expressway: આ અકસ્માત પુણેથી મુંબઈ જનારી લેનમાં થયો છે જેમાં લગભગ 11 લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોની સ્થિતિ ગંભીર પણ છે. આ અકસ્માતના કારણે પુણેથી મુંબઈ જતો ટ્રાફિક હાલ અટકેલો છે.

Mumbai-Pune Expressway Accident: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત, 7 ગાડીઓ પરસ્પર અથડાઈ, જુઓ Video

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7થી 8 ગાડીઓ પરસ્પર ટકરાઈ. રિપોર્ટ્સ મુજબ એક ટ્રક બેકાબૂ થવાના કારણે આ અકસ્માત થયો. આ અકસ્માત એટલો મોટો હતો તેનો અંદાજો તસવીરોથી લગાવી શકાય છે. જેમાં ગાડીઓના ફૂરચા ઉડી ગયા. એક્સપ્રેસ વેના ખોપોલી એક્ઝિટ પાસે આ અક્સમાત થયો અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. એક્સપ્રેસ વે પર તૈનાત પોલીસ અને બચાવ દળની ટુકડી તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

— ANI (@ANI) April 27, 2023

આ અકસ્માત પુણેથી મુંબઈ જનારી લેનમાં થયો છે જેમાં લગભગ 11 લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોની સ્થિતિ ગંભીર પણ છે. આ અકસ્માતના કારણે પુણેથી મુંબઈ જતો ટ્રાફિક હાલ અટકેલો છે. આ અકસ્માતની પાછળ બેકાબૂ થયેલો ટ્રક કારણભૂત મનાય છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ નથી. પ્રશાસનનું કહેવું છે કે આ ઘટનાની તપાસ ચાલુ છે અને ત્યારબાદ જ જાણકારી આપવામાં આવશે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કાર ટકરાયા બાદ ટ્રક ઉપર ચડી ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news