ખાડાઓ મુંદ્દે મુંબઇ વધારે પ્રખ્યાત બન્યું, વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ચાલી રહી છે તૈયારી

મુંબઇના રસ્તે ફેલાયેલા ખાડાઓ મુદ્દે આર્થિક રાજધાની મુંબઇ ઘણીવાર આલોચનાનો શિકાર થઇ ચુક્યા છે

ખાડાઓ મુંદ્દે મુંબઇ વધારે પ્રખ્યાત બન્યું, વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ચાલી રહી છે તૈયારી

મુંબઇ : મુંબઇના રસ્તાઓ પર ફેલાયેલા ખાડાઓ મુદ્દે આર્થિક રાજધાની મુંબઇ ઘણી વખત આલોચનાનો શિકાર થઇ ચુક્યા છે. બીએમસીની બેદરકારીના કારણે દરેક વરસાદમાં મુંબઇના નિવાસીઓને પરેશાની સહન કરવી પડે છે. બીએમસીના ઉદાસીનતે લોકો સમક્ષ લાવવા માટે મુંબઇમાં આરપીઆઇ કાર્યકર્તા નવીન લાડેએ આર્થિક રાજધાની મુંબઇનું નામ રેકોર્ડ્સ બુકમાં નોંધવા માટેની ભલામણ કરી છે. ખાડાઓના કારણે બદનામ મુંબઇનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્બા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એટલા માટે નવીન લાડેએ અરજી કરી છે. 

મળતી માહિતી અનુસાર અત્યાર સુધી કોઇ શહેરનાં નામે ખાડાઓ મુદ્દે રેકોર્ડ નધી નોંધાયું. બીએમસી માટે તમાચા તરીકે તેની પહેલા માટે નવીને મુંબઇ નિવાસીઓને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિસ્તારના ખાડાઓની માહિતી પહોંચાડવા માટેની અપીલ કરી છે. 

અત્યાર સુધી 20 હજાર કરતા વધારે ફરિયાદો મળી
વરસાદ થતાની સાથે જ મુંબઇનો હાલ બેહાલ થઇ જાય છે. દરેક વખતે ચોમાસા મુદ્દે સજાગ હોવાનો દાવો કરનારા બીએમસીની પોલ એક-બે વરસાદમાં જ ખુલી જાય છે. રસ્તા પર ખાડો હોય કે ખાડા પર રસ્તો તે સમજવું મુશ્કેલ છે. મુંબઇમાં ખાડાઓ મુદ્દે સ્થિતીમાં સુધારો આવે કે ન આવે પરંતુ રાજનીતિક ગરમી ખુબ જ વધી ગઇ છે. અલગ અલગ રાજનીતિક પાર્ટીઓ દ્વારા આંદોલન કરવામાં આવે છે. એક પ્રકારે વિપક્ષ તંત્રની બેદરકારી ગણાવી રહ્યું છે. બીજી તરફ બીએમસી માત્ર કેટલાક ખાડાઓ ભરાયા હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે વાસ્તવિકતા કંઇક અલગ જ છે. 
અંધેરીના આરપીઆઇ કાર્યકર્તા નવીન લાડેને રેકોર્ડ નોંધાવવાની અપીલ બાદ અત્યાર સુધીમાં 20 હજાર કરતા વધારે ફરિયાદો મળી છે. નવીન લાડેનું કહેવું છે કે આ આંકડો હજી પણ વધી શકે છે. 

ખાડાઓ પર થરી રહે છે રાજનીતિ
જ્યાં સુધી એક તરફ સત્તાધારી શિવસેના તે બાબત પર પરદો નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેને માત્ર પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. બીજી તરફ બીએમસીમાં વિરોધી પક્ષના નેતા રવિ રાજાએ આ મુદ્દે બીએમસીની નબળાઇ ગણાવી છે. કોંગ્રેસનું કહેવું છે કે બીએમસી દરેક ખાડા ભરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે તેમ છતા કોઇ પરિણામ જોવા નહોતું મળ્યું. કમિશ્નરે આ ખર્ચનો જવાબ આપવો જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news