વરસાદનો કાળોકેર, મુંબઇમાં જરૂર ન હોય તો ઘરેથી નહી નિકળવા અપીલ, સોમવારે રજા જાહેર

મુશળધાર વરસાદને ધ્યાને રાખી મુંબઇ અને મહારાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં સોમવારે પણ શાળાઓ બંધ રહેશે

વરસાદનો કાળોકેર, મુંબઇમાં જરૂર ન હોય તો ઘરેથી નહી નિકળવા અપીલ, સોમવારે રજા જાહેર

મુંબઇ : મહારાષ્ટ્ર સરકારે હવામાન વિભાગનાં રેડ એલર્ટને ધ્યાને રાખી મુંબઇ, પાલઘર, થાણે, રાયગઢની શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, મહારાષ્ટ્રનાં આ હિસ્સાઓમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આશંકા છે. મહારાષ્ટ્ર સરકારે તમામ સરકારી કર્મચારીઓને ઓફીસે પણ મોડા આવવાની છુટ આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની સંભાવનાને પગલે મુંબઇના લોકોને અપીલ કરી છે કે તેઓ જ્યા સુધી જરૂર ન હોય ત્યાં સુધી ન નિકળે. સાથે જ કહ્યું કે, તમામ ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

દર વખતે હું જ જીતાડી શકું નહી, એવું કામ કરો કે તમારા પોતાના દમ પર જીતી શકો: PM મોદી
મુંબઇ સહિત મહારાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં વરસાદનો કાળોકેર રવિવારે પણ ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રનાં કોંકણ અને ગોવામાં પણ રેડ એલર્ટ છે. વિભાગનું કહેવું છે કે, હવાઓનાં કારણે અહીં પણ વરસાદ થઇ શકે છે. ભારે વરસાદનાં કારણે કિનારાના વિસ્તારમાં લોકોને સાવધાન રહેવા માટે કહેવાયું છે. બીજી તરફ મુંબઇ અને કિનારાના કોંકણ  વિસ્તારમાં રવિવારે મુશળધાર વરસાદથી ઇશ્યું કરવાનાં અનેક સ્થળો પર રેલ સેવાઓ પ્રભાવિત થઇ. મળતી માહિતી અનુસાર કુર્લામાં ફસાયેલા આશરે 400 લોકોને બચાવવા માટે હોડી મોકલવામાં આવી છે. કુર્લાના ક્રાંતિ નગર વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયું છે. ત્યાર બાદથી અહીં આશરે 400 લોકો ફસાયેલા છે.

કોંગ્રેસના નવા અધ્યક્ષ અંગે શશિ થરૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો
મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખી ઠાણેનાં જિલ્લા અધિકારી રાજેશ નાર્વેકરે સોમવારે પણ શાળાઓ બંધ રાખવાની માહિતી આપી છે. આ સાથે જ નાસિક, પુણે સહિત અનેક સ્થળો પર સોમવારે શાળા બંધ રહેશે. પુણે તંત્રનાં અધિકારીઓએ જણાવ્યું કે, ખડગવાસલા બંધથી મુથાનદીમાં 45 હજારથી વધારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ કલ્યાણ, ડોંબીવલી, ભિવંડી, ઉલ્હાસ, થાણે વગેરે સ્થળો પર પાણી ભરાયેલા હોવાનાં કારણે નાનકડા જુ ગામમાં આશરે 35 લોકો ફસાયેલા છે. તેના માટે રાજ્ય સરકારે એરલિફ્ટ માટેની અપીલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news