Ambani Family Driver Salary: અંબાણી પરિવારના ડ્રાઈવરના બાળકો પણ વિદેશમાં કરે છે અભ્યાસ, એક મહિનાનો પગાર જાણીને તમે પણ ચોંકી જશો
Ambani Family Driver Salary Details: અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા સ્ટાફનો પગાર લાખોમાં હોય છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા આપવામાં આવે છે.
Trending Photos
Nita Ambani Driver Salary: મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર તેમની રોયલ અને લક્ઝરી લાઈફ માટે જાણીતો છે. નીતા અંબાણીના કાર કલેક્શન પરથી જાણવા મળે છે કે તેમને મોંઘા વાહનોનો ખૂબ શોખ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંબાણી પરિવાર પાસે 500 વાહનો છે. અંબાણી પરિવારના કાર ચાલકોને સખત તાલીમ લેવી પડે છે. આ ટ્રેનિંગ પૂરી કર્યા પછી જ તેને અંબાણી પરિવારની કાર ચલાવવાનો મોકો મળે છે. આવી સ્થિતિમાં, લોકો ઘણીવાર વિચારે છે કે જ્યારે અંબાણી પરિવાર દેશનો સૌથી ધનિક પરિવાર છે, તો તેમાં કામ કરતા કર્મચારીઓનો પગાર કેટલો હશે. આવો, અમે તમને જણાવીએ કે અંબાણી પરિવારના ઘરમાં કામ કરતો સ્ટાફ કેટલી કમાણી કરે છે.
સ્ટાફના બાળકો વિદેશમાં કરે છે અભ્યાસ
અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર લાખોમાં હોય છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા આપવામાં આવે છે. આ સાથે તેમને વીમો અને શિક્ષણ ભથ્થુ પણ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતા અંબાણીના ડ્રાઈવરને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે. આનો સીધો અર્થ એ થયો કે ડ્રાઈવરને વાર્ષિક 24 લાખ રૂપિયા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્ટાફના કેટલાક બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે.પરંતુ અંબાણી પરિવારના સ્ટાફ સાથે જોડાવું એટલું સરળ નથી. તેમના ઘરે કામ કરવા માટે, તમારે કંપની દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરવી પડશે. ડ્રાઈવરની પસંદગી કરતી વખતે એ પણ જોવામાં આવે છે કે સંબંધિત ડ્રાઈવર રસ્તામાં આવતી સમસ્યાઓને કેવી રીતે હેન્ડલ કરે છે.
આ પણ વાંચો
Tuesday Upay: મંગળવારે કરો હનુમાનજીના આ 4 ઉપાય, તમામ સમસ્યાઓ થશે દૂર
જો સપનામાં જોવા મળે આ 5 વસ્તુઓ તો ખુલી જશે તમારી કીસ્મત, તિજોરીમાં થશે ધનના ઢગલા
આ પાંચ રાશિના લોકો પર વરસશે ભગવાન શિવની કૃપા, ધન-ધાન્યમાં થશે વધારો
લાખો રુપીયાની ચાથી થાય છે દિવસની શરૂઆત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતા અંબાણીની ચાની કિંમત લાખોમાં છે. નીતા અંબાણીના એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા છે. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરીટેકના કપમાં ચા પીવે છે. નોરિટેક ક્રોકરી સોનાથી જડેલી હોય છે અને તેના 50 નંગના સેટની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. એટલે કે એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા છે.
અંબાણી પરિવાર પાસે Z પ્લસ સુરક્ષા છે
નીતા અંબાણી પોતાના મોંઘા શોખને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેણીની જ્વેલરી, તેની હેન્ડબેગથી માંડીને ડ્રેસ અને ફૂટવેર સુધીની તમામની કિંમત લાખોમાં છે. અબજોના માલિક નીતા અંબાણીના સ્ટાફનો પગાર પણ લાખોમાં છે. જણાવી દઈએ કે અંબાણી પરિવારને સરકાર તરફથી Z પ્લસ કેટેગરીની સુરક્ષા મળી છે. નીતા અંબાણી પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે, જે વિશ્વની સૌથી મોંઘી રહેણાંક મિલકતોમાંની એક છે. આ આલીશાન મકાનમાં 600 નોકર અંબાણી પરિવારની સેવામાં દિવસ-રાત લાગેલા હોય છે.
આ પણ વાંચો:
હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા, હોળાષ્ટકમાં કેમ મંગલ કામ કરવામાં આવતા નથી?
Holi 2023: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ 5 વાત
Holi 2023: આ ધુળેટી પર રંગથી રમતા પહેલા રાખો આટલું ધ્યાન..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે