બાબુલાલ ગોરે પોતાના ઘરમાં લગાવી કમલનાથની તસ્વીર, ભાજપ અધ્યક્ષનું અલ્ટીમેટમ
Trending Photos
ભોપાલ : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બબુલાલ ગૌર વિધાનસભા ચૂંટણી બાદ એકવાર ફરીથી ચર્ચામાં છે. પોતાનાં ડ્રોઇંગ રૂમમાં કોંગ્રેસ નેતા અને સીએમ કમલનાથની તસ્વીર લગાવનારા ગોર પર ભાજપની આંખ લાલ થઇ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કહ્યું કે, કોઇને પણ પાર્ટીના અનુશાસનનાં વર્તુળની બહાર જવા માટેની પરવાનગી નથી. જે અનુશાસનની બહાર જશે તો અમને અનુશાસનાત્મક પગલા ઉઠાવવા પડશે. એવી સ્થિતીમાં પાર્ટી આકરા પગલા ઉઠાવવામાં પાછી નહી હટે.
કોંગ્રેસે બાબુલાલ ગૌરને ભોપાલ સંસદીય વિસ્તારમાંથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ સોંપીને ભાજપમાં હલચલ લાવી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ નેતા કમલનાથની તસ્વીર ગૌરે પોતાના બંગ્લામાં લગાવી લીધી છે. રમત ગમત મંત્રી જીતુ પટેલને તસ્વીર દેખાડતા ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, જ્યારે હું મુખ્યમંત્રી હતો તો કેન્દ્ર સરકારમાં તત્કાલીન ઉદ્યોગ મંત્રી કમલનાથે અમારી ખુબ જ મદદ કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ હવે કુશાભાઉ ઠાકરેનાં જમાનાની પાર્ટી નથી બચી, જેમણે પાર્ટીને જીરોથી હીરો બનાવી, પાર્ટીમાં બધાને સાથે લઇને ચાલેલા તે વરિષ્ઠ નેતાઓને આજે નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. રઘુનંદન શર્મા, લક્ષ્મીકાંત શર્મા, રાઘવજી, રામકૃષ્ણ કુસમરિયા અને સરતાજ સિંહ જેવા નેતાઓને પાર્ટીએ સાઇડલાઇન કરી દીધા. ગોરે કહ્યું કે, વરિષ્ઠ નેતાનાં સહયોગ વગર પાર્ટીનું ભવિષ્ય સારુ નથી. પૂર્વ મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકસાનનાં સંકેત આપ્યા હતા.
કોંગ્રેસ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી જીતુ પટવારીએ કહ્યું કે, બાબુલાલ ઇમાનદારી પુર્વક પોતાની વાત કરનારા નેતા છે. તેમની સ્પષ્ટ વાત કરવાની આદતનો હું ચાહક છું. તેમણે બિલ્કુલ યોગ્ય કહ્યું છે કે વરિષ્ઠ નેતાઓનું સન્માન કરવું ભાજપનાં સંસ્કારમાં નથી. ભાજપે મોદી અને શાહે અડવાણી અને યશવંત સિન્હા જેવા નેતાઓનાં સાઇડલાઇન કરી દીધી છે, જે લોકોએ સાઇકલ પર બેસીને 2 સીટોની પાર્ટીને અહીં પહોંચાડ્યા તેઓ દર-દર ભટકી રહ્યા છે.
લોકસભા લડાવવાનું પ્લાનિંગ
કોંગ્રેસના મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગોરને ભોપાલ સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપીને ભારતીય જનતા પાર્ટીની હલચલ વધારી દીધી છે. કોઇ તેને ગોરની સ્ટાઇલ ગણાવી રહ્યા છે તો કોઇ ગોર કરવાની વાત(ધ્યાન આપવાની વાત) કહી રહ્યા છે. ગોરે ગુરૂવારે સવારે કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રિ દિગ્વિજય સિંહ સાતે મુલાકાત યોજાવા અને ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હોવાનો ખુલાસો કરીને રાજકીય હલચલ મચાવી દીધી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનાં અનેક નેતાઓએ ઉમેદવાર ન બનાવવા અંગે બળવો કરી દીધો હતો અને અપક્ષ અથવા બીજા દળનાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પાર્ટીનાં નેક નેતાઓએ રાજદ્રોહી વલણોનાં કારણે જ ભાજપને સત્તાથી બહાર થવું પડ્યું છે, હવે ફરી કોંગ્રેસે ભાજપનાં બળવાખોરોનું મન શોધવાનું ચાલુ કરી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે