દિલ્હીમાં કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, 24 કલાકમાં સામે આવ્યા 6725 કેસ


દેશની રાજધાની દિલ્હીમાં સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. એકવાર ફરી દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાએ બધા રેકોર્ડ તોડી દીધા છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

દિલ્હીમાં કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, 24 કલાકમાં સામે આવ્યા 6725 કેસ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. એકવાર ફરી દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાએ બધા રેકોર્ડ તોડી દીધા છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હવે દિલ્હીમાં 6725 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે. 

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં જ્યાં કોરોના વાયરસના 6725 નવા કેસ સામે આવ્યા છે તો 48 લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય દિલ્હીમાં 3610 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 59540 ટેસ્ટ થયા છે. 

આ સાથે દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 4,03,096 થઈ ચુકી છે. હાલ દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35 હજારથી વધુ છે. દિલ્હીમાં આજની તારીખે 36375 એક્ટિવ કેસ છે. આ દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. 

બિહાર ચૂંટણીઃ બીજા તબક્કામાં 54.15% મતદાન, પટના જિલ્લામાં સૌથી ઓછું  

કેટલા થયા મૃત્યુ?
દિલ્હીમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના સંક્રમણમાં 662 દર્દીઓના મૃત્યુ થયા છે. તો દિલ્હીમાં કોરોના ડેથ રેટ 1.65 ટકા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 11.29 ટકા છે. 

આ સિવાય દિલ્હીમાં કોરોના રિકવરી રેટ 89.32 ટકા થઈ ચુક્યો છે. તો દિલ્હીમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓનો દર 9.02 ટકા છે. હાલ દિલ્હીમાં હોમ આઇસોલેશનમાં કોરોનાના 21521 દર્દીઓ છે. આ સિવાય રાજધાનીમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 3453 થઈ ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news