8 દિવસના વિલંબ બાદ કેરળમાં ચોમાસાનું થયું આગમન, કાળઝાળ ગરમીથી મળ્યો છૂટકારો

આખરે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. લગભગ એક અઠવાડિયાના વિલંબ બાદ ચોમાસું બેઠું. ભારતીય હવામાન વિભાગે આજે જાહેરાત કરી.

8 દિવસના વિલંબ બાદ કેરળમાં ચોમાસાનું થયું આગમન, કાળઝાળ ગરમીથી મળ્યો છૂટકારો

નવી દિલ્હી: આખરે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. લગભગ એક અઠવાડિયાના વિલંબ બાદ ચોમાસું બેઠું. ભારતીય હવામાન વિભાગે આજે જાહેરાત કરી. IMDના ડાઈરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચોમાસાએ આજે (8 જૂન) કેરળમાં દસ્તક દીધી છે. કેરળના તમામ વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આમ તો ચોમાસામાં વિલંબને સીઝનમાં કુલ વરસાદ સાથે કોઈ સંબંધ નથી. ચોમાસુ મોડું બેસે તો સીઝનમાં વરસાદ ઓછો થશે તે જરૂરી નથી. જો કે કેરળમાં આ વખતે મોડું ચોમાસું બેસતા દેશના બીજા ભાગોમાં પણ ચોમાસું મોડું બેસશે. 

આતુરતાથી જોવાઈ રહી હતી રાહ
લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. દેશના મોટાભાગના વિસ્તારો સિંચાઈ માટે વરસાદના પાણી પર નિર્ભર છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતના મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર ઘણું નીચું ઉતરી ગયું છે. સિંચાઈના વૈકલ્પિક સાધનો નહીં હોવાના કારણે મોટાભાગના ગ્રામીણ ભારતમાં 4 મહીના ચાલતા ચોમાસા ઉપર જ નિર્ભરતા રહે છે. ચોમાસામાં વાર્ષિક વરસાદનું 75 ટકા પાણી વરસે છે. 

— SkymetWeather (@SkymetWeather) June 8, 2019

કેરળમાં આગામી 2-3 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ
ભૂ-વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને પણ ટ્વિટ કરીને કેરળમાં ચોમાસાની દસ્તક અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે કેરળમાં આગામી 2થી 3 દિવસો સુધી સરેરાશથી ભારે વરસાદ થવાની શક્યતા છે. 

જુઓ LIVE TV

દેશના મોટાભાગના વિસ્તારોમાં પારો 45 ડિગ્રીની ઉપર પહોંચ્યો
સારા ચોમાસાની દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર પડે છે. કારણ કે ભારતના જીડીપીમાં કૃષિનો મોટો ફાળો છો. ઉત્તર ભારતના મેદાની વિસ્તાર, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ પહોંચ્યું હતું. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તો પારો 50 ડિગ્રી પણ પહોંચ્યો. ચોમાસાએ દસ્તક દેતા લોકોને જલદી રાહત મળે તેવી શક્યતા છે. 

દિલ્હીમાં 30 જૂનથી પહેલી જુલાઈ સુધીમાં પહોંચશે ચોમાસુ
દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય રીતે 29 જૂનની આસપાસ ચોમાસુ બેસે છે પરંતુ હવામાન ખાતાએ ગુરુવારે જણાવ્યું હતું કે 2થી 3 દિવસનું મોડું થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ સામાન્ય રહે તેવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news