મદરેસાઓમાં રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા જોઈએ: આરએસએસ પ્રમુખ મોહન ભાગવત 

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામ અને ગૌમાતા હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક રામ પ્રત્યે શ્રદ્ધા રાખે છે. ગૌ માતા અને રામ હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થશે. જો આમ થાય તો હિન્દુત્વની ઓળખ સમગ્ર વિશ્વમાં સ્થાપિત થઈ જશે. 
મદરેસાઓમાં રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા જોઈએ: આરએસએસ પ્રમુખ મોહન ભાગવત 

દહેરાદૂન: આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામ અને ગૌમાતા હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક રામ પ્રત્યે શ્રદ્ધા રાખે છે. ગૌ માતા અને રામ હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થશે. જો આમ થાય તો હિન્દુત્વની ઓળખ સમગ્ર વિશ્વમાં સ્થાપિત થઈ જશે. 

અહીં પોતાના ચાર દિવસના પ્રવાસ દરમિયાન રિટાયર્ડ અધિકારીઓ સાથે બુધવારે સંવાદ દરમિયાન આરએસએસ પ્રમુખે આ વાત કરી. આ દરમિયાન મદરેસાઓ અંગે તેમણે કહ્યું કે મદરેસાઓમાં રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા જોઈએ જે ધર્મો વચ્ચે કોઈ ભેદભાવ કરતા નથી અને શાંતિની વાત કરે છે. 

આ સાથે તેમણે કહ્યું કે મુસ્લિમો પોતાની ઉપાસના પદ્ધતિને અપનાવવા માટે સ્વતંત્ર છે પરંતુ તેમણે એ સમજવું જોઈએ કે અમે એક જ દેશ અને સંસ્કૃતિ સાથે સંબંધ રાખીએ છીએ અને અમારા પૂર્વજો એક જ છે. આરએસએસ પ્રમુખે કહ્યું કે ફક્ત આ સામૂહિક સોચ જ સશક્ત સમાજ અને દેશના નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરે છે. 

તેમણે દાવો કરતા કહ્યું કે ભારતીય વસ્તી તથા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પૂર્વજો પણ એક જ છે. તેઓ એક જ સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે ઈસ્લામમાં સંગીત વર્જિત છે પરંતુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં કવ્વાલી ગવાય છે. ઈસ્લામમાં મૂર્તિ પૂજા નિષેધ છે પરંતુ આ દેશોમાં લોકો જ્યારે ઈબાદતગાહમાં પ્રાર્થના કરવા આવે છે ત્યારે તેનાથી વિપરીત જોવા મળે છે. જે દર્શાવે છે કે આપણે બધા સંસ્કૃતિથી હિન્દુ છીએ. ગૌતમ બુદ્ધ, ગુરુ નાનક અને મહાવીર ભલે અલગ અલગ ભાષાઓમાં બોલતા હોવ પરંતુ તેઓ બધા હિન્દુ સમાજના જ અંગ છે. 

ઉત્તરાખંડમાં 4 દિવસનો પ્રવાસ
દિલ્હીથી સોમવાર રાતે અહીં પહોંચેલા ભાગવત આઠ ફેબ્રુઆરી સુધી દહેરાદૂનમાં રહેશે. આ દરમિયાન તેઓ સમાજના વિભિન્ન વર્ગોના પ્રતિનિધિઓ ઉપરાંત સંઘ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે વાતચીત કરશે. સંઘના સૂત્રોએ જણાવ્યું કે પોતાના પ્રવાસ દરમિયાન તેઓ બુદ્ધિજીવઈઓ, શિક્ષાવિદો, સાહિત્યકારો, લોક કલાકારો અને અન્ય વિશિષ્ટજનો સાથે વાર્તા કરશે. તેમણે જણાવ્યું કે આ દરમિયાન ભાગવત સંઘ કાર્યકર્તાઓને પણ સંબોધન  કરશે. આગામી લોકસભા ચૂંટણી અગાઉ સંઘ પ્રમુખના આ પ્રવાસને જનતાના સ્ટેન્ડ જાણવા અને કાર્યકર્તાઓમાં જોશ ભરવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યો છે. 

નિર્ણાયક તબક્કામાં રામ મંદિર મુદ્દો
આ અગાઉ પ્રયાગરાજમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગત શુક્રવારે કહ્યું હતું કે આ મામલો નિર્ણાયક તબક્કામાં છે. મંદિર બનાવાની તૈયારી છે અને આથી અમારે સમજી વિચારીને પગલું ભરવું પડ્યું. તેમણે એમ પણ કહ્યું કે જનતામાં પ્રાર્થના, આવેશ અને જરૂર પડી તો આક્રોશ પણ જગાડવો જોઈએ. શ્રી રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસની અધ્યક્ષતામાં કુંભ મેળામાં ચાલી રહેલી ધર્મસંસદને તેમણે સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે દેશની દિશા પણ આ ઉપક્રમમાં ભટકી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યું કે આવનારા આ ચાર છ મહિનાના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આપણે વિચારવું જોઈએ. હું સમજુ છું કે આ ચાર છ મહિનાની ઉથલપાથલ અગાઉ કઈંક થયું તો ઠીક છે, ત્યારબાદ જે થશે તે આપણે બધા જોઈશું. 

તેમણે મોદી સરકારના પરોક્ષ રીતે વખાણ કરતા કહ્યું હતું કે પાડોશી દેશોમાંથી હેરાન કરાયેલા હિન્દુઓ જો અહીં આવે છે તો તેઓ નાગરિક બની શકે છે, તે કોણે કહ્યું? તેમણે આ વાત નાગરિકતા સંબધિત બિલ તરફ સંકેત  કરતા કહ્યું હતું કે આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં બિન મુસ્લિમ અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news