કેન્દ્ર સરકાર આ તારીખથી શરૂ કરશે 'શ્રેષ્ઠ યોજના', ખાસ જાણો તેના વિશે અને વિદ્યાર્થીઓને શું મળશે સુવિધાઓ

કેન્દ્ર સરકારની આ શ્રેષ્ઠ યોજના ક્યારે શરૂ થશેતે વિશે જાણો. 

કેન્દ્ર સરકાર આ તારીખથી શરૂ કરશે 'શ્રેષ્ઠ યોજના', ખાસ જાણો તેના વિશે અને વિદ્યાર્થીઓને શું મળશે સુવિધાઓ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ (Scheduled Castes) ના મેઘાવી વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત પ્રાઈવેટ શાળાઓમાં ક્વોલિટી રેસિડેન્શિયલ એજ્યુકેશન (Quality Residential Education) અપાવવા માટે તેમના સામાજિક-આર્થિક ઉત્થાન અને સમગ્ર વિકાસ માટે સોમવાર (6 ડિસેમ્બર)થી શ્રેષ્ઠ યોજનાની શરૂઆત  કરશે. 

જલદી થશે 'શ્રેષ્ઠ યોજના'ની શરૂઆત
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી (Minister Of Social Justice And Empowerment) એ ગુરુવારે કહ્યું કે આવાસીય શિક્ષણ (શ્રેષ્ઠ) યોજના હેઠળ લક્ષિત ક્ષેત્રોના અનુસૂચિત જાતિના મેઘાવી વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે સક્ષમ બનાવવામાં આવશે. તેનાથી ક્લાસ 9થી 12માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓમાં શાળાઓ છોડવાના દરને નિયંત્રિત કરવામાં મદદ મળશે. 

6 ડિસેમ્બરે છે મહાપરિનિર્વાણ દિવસ
તેમણે કહ્યું કે સરકાર આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ડોક્ટર બી આર આંબેડકરની યાદમાં 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવા માટે પૂરી રીતે તૈયાર છે. 

મહાપરિનિર્વા દિવસ પર સંસદમાં થશે કાર્યક્રમ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કાર્યક્રમ સંસદ ભવનમાં શરૂ થશે. જ્યાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરશે. ત્યારબાદ બૌદ્ધ ભિક્ષુ ધમ્મના પાઠ કરશે. ત્યારબાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયના ગીત અને નાટક વિભાગ તરફથી સંસદમાં ડોક્ટર બી આર આંબેડકરને સમર્પિત વિશેષ ગીતોની રજુઆત કરાશે. 

(ઈનપુટ- ભાષા)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news