Modi government 8 years: મોદી સરકારના 8 વર્ષ પૂરા, જેપી નડ્યા બોલ્યા- પીએમે બદલી દેશની રાજનીતિની સંસ્કૃતિ
8 years of Modi government: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે પહેલા સરકારી યોજનાઓ માત્ર કાગળ પર બનતી હતી અને ત્યાં લાગૂ થતી હતી. પરંતુ આજે જાહેરાતથી લઈને અંત સુધી મોનિટરિંગ થઈ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂરા થઈ ગયા છે. આ તકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી અને સંગઠનના પદાધિકારીઓ સાથે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે મોદી સરકાર સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના મૂળ મંત્ર પર કામ કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, સમાજના છેલ્લા વ્યક્તિ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, પહેલા યોજનાઓ માત્ર કાગળ પર બનતી હતી અને ત્યાં લાગૂ થતી હતી. પરંતુ આજે જાહેરાતથી લઈને અંત સુધી તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે, જેથી દરેક યોજનાનો લાભ જનતા સુધી પહોંચી શકે. નડ્ડાએ કહ્યુ કે પીએમ મોદીએ દેશની રાજનીતિની સંસ્કૃતિને બદલી છે સાથે સરકારના કામકાજની રીતમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે લોકોના મનમાં ભાવ છે કે જો મોદી છે તો મુમકિન છે. સાથે એક જવાબદાર સરકાર ચાલી રહી છે.
નડ્ડાએ કહ્યુ કે, અમે નેશન ફર્સ્ટની નીતિ સાથે આગળ વધી રહ્યાં છીએ. અમે અંત્યોદયની ગતિને આગળ વધારી છે. પહેલા યોજનાઓનો અમલ માત્ર કાગળ પર થતો હતો. પરંતુ આજે યોજના બનવાથી લઈને અમલ કરવા સુધી નિચલા સ્તર સુધી મોનિટરિંગ થાય છે.
જેપી નડ્ડાએ કહ્યુ કે, પાછલી સરકારે 70 વર્ષમાં શિક્ષણ વિભાગે 6.37 લાખ પ્રાથમિક શાળાઓ બનાવી હતી. પરંતુ મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળમાં 6.53 લાખ પ્રાથમિક વિદ્યાલય બની છે. યુનિવર્સલ એજ્યુકેશનની દ્રષ્ટિએ આપણે આગળ વધી રહ્યાં છીએ. સરકારની ગરીબ કલ્યાણ અન્ન યોજનાની વિશ્વ સ્તરે પ્રશંસા થઈ છે. કોરોના સંકટ વચ્ચે સ્વાસ્થ્ય સંબંધી સમાધાનની સાથે કોઈ દેશે આર્થિક મામલાને પણ હલ કર્યો હોય તો તે ભારત છે. સરકારે 2 વર્ષમાં આશરે 80 કરોડ ગરીબોને ફ્રી રાશન આપ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યુ કે, કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધી પ્રધાનમંત્રીએ દર વર્ષે 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તાના રૂપમાં અત્યાર સુધી 10 હપ્તા આપ્યા છે અને 1 લાખ 80 કરોડ રૂપિયાનો ખર્ચ અત્યાર સુધી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદી મંગળવારે શિમલામાં 11મો હપ્તો જારી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે