EXCLUSIVE:વિકાસના પથ પર જમ્મુ-કાશ્મીર, મોદી સરકારે 30 દિવસમાં લીધા 50 મોટા નિર્ણય
જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકારે ગત મહિને કલમ 370 હટાવવાનો નિર્ણય લીધા બાદ ત્યાં અમન શાંતિ જોવા મળી રહી છે. સરકાર જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી ચૂકી છે. આ સાથે જ મોદી સરકાર રાજ્ય વિકાસ માટે પ્રતિબદ્ધ છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી છેલ્લા 30 દિવસમાં મોદી સરકારે રાજ્યની તસવીર બદલતા 50 મોટા નિર્ણયો લીધા છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકારે ગત મહિને કલમ 370 હટાવવાનો નિર્ણય લીધા બાદ ત્યાં અમન શાંતિ જોવા મળી રહી છે. સરકાર જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી ચૂકી છે. આ સાથે જ મોદી સરકાર રાજ્ય વિકાસ માટે પ્રતિબદ્ધ છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી છેલ્લા 30 દિવસમાં મોદી સરકારે રાજ્યની તસવીર બદલતા 50 મોટા નિર્ણયો લીધા છે.
1. કેન્દ્ર સરકાર તરફથી ગ્રામ પંચાયતોના વિકાસ માટે 4483 પંચાયતોને 366 કરોડ રૂપિયાની રકમ અપાઈ.
2. સરપંચોને પ્રતિ માસ 2500 રૂપિયા અને પંચોને 1000 રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ.
3. ગ્રામ પંચાયતોના વહી ખાતાની દેખરેખ માટે 2000 એકાઉન્ટન્ટની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
4. દરેક જિલ્લામાં 2 ડિજિટલ ગામ બનાવવામાં આવશે.
5. મોદી સરકાર આધારના માધ્યમથી તમામ સરકારી યોજનાઓને જનતા સુધી પહોંચાડશે.
6. આધાર દ્વારા તમામ સરકારી યોજનાઓને પણ જોડાશે.
7. 80 હજાર કરોડના વડાપ્રધાન વિકાસ પેકેજને ગતિ અપાઈ.
8. સરકારે 634 ગ્રામ પંચાયતોને ઈન્ટરનેટથી જોડવાનો નિર્ણય લીધો છે.
9. વિકાસ યોજનાઓ માટે 8 હજાર કરોડ રૂપિયા અપાયા.
10. જમ્મુ રિંગ રોડનો પહેલો તબક્કો પહેલી ડિસેમ્બર 2019 સુધીમાં પૂરો કરાશે.
11. વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં 1632 કિમી રસ્તો બનાવવામાં આવ્યો.
12. કઠુઆ અને હંદવાડામાં ઈન્ડસ્ટ્રિયલ બાયો ટેક્નોલોજી પાર્કનું કામ શરૂ થયું.
13. 15 લાખ ઘરોમાં પાઈપના માધ્યમથી 24 કલાક પીવાનું પાણી પહોંચાડવાનું કામ શરૂ થયું.
14. બારામુલ્લાથી કૂપવાડા વચ્ચે રેલ લિંકના સર્વેને મંજૂરી.
જુઓ LIVE TV
15. જમ્મુ અને કાશ્મીરમાં 5-5 લાખ વર્ગ ફૂટના બે મોટા આઈટી પાર્ક બનાવવાની તૈયારી.
16. જમ્મુ કાશ્મીરમાં 2500 મેગાવોટના વીજ ઉત્પાદનના લક્ષ્યાંક પર કામ શરૂ.
17. ગુલમર્ગ, પહેલગામ, પટણીટોપ, અને સોનમર્ગમાં ભૂમિગત વીજળીના તાર બીછાવવાનું કામ શરૂ.
18. શ્રીનગર સહિત અનેક શહેરોમાં પાઈપના માધ્યમથી રસોઈ ગેસ પહોંચાડવાનું કામ શરૂ.
19. અવંતીપોરા અને વિજયપુરમાં એમ્સના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી 2019માં પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો.
20. જમ્મુ કાશ્મીરમાં એમબીબીએસની 400 બેઠકો વધારાઈ. હવે રાજ્યમાં તેની બેઠકો 900 થઈ છે.
21. શ્રીનગરમાં 120 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેટ કેન્સર ઈન્ટિટ્યૂટ બનાવવામાં આવશે.
22. શ્રીનગર અને જમ્મુમાં 50000 ઘરોની સાથે સેટેલાઈટ ટાઉન વિક્સિત કરવામાં આવશે.
23. શ્રીનગરમાં મેટ્રો રેલવેનું નિર્માણ થશે. તેનું સંચાલન 2024થી શરૂ થશે.
24. ગ્રેટર શ્રીનગરનો માસ્ટર પ્લાન 2035 તૈયાર છે.
25. કાશ્મીરમાં પીએમ શહેરી આવાસ યોજના હેઠળ 15334 ઘરોને મંજૂરી.
26. 40 હજાર નવા લોકોને ઓલ્ડ એજ પેન્શન, વિધવા પેન્શન સ્કીમમાં સામેલ કરાયા.
27. 66 નવા ગામોને બેકવર્ડ એરિયામાં સામેલ કરાયા.
28. પોલીસકર્મીઓ માટે 20,000 નવા ઘરોને મંજૂરી.
29. પીએમ પાક વીમા યોજનામાં 85 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
30. મેઘાવી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક લાખ રૂપિયાની આર્થિક મદદ.
31. શરણાર્થીઓ માટે 5.50 લાખની આર્થિક સહાયતા.
32. વડાપ્રધાન શ્રમ યોગી માન ધન યોજનામાં 55,544 મજૂરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
33. જમ્મુ કાશ્મીરના દરેક જિલ્લામાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ અને ચાઈલ્ડ વેલફેર કમિટીની રચના થશે.
34. સર્વ શિક્ષા અભિયાન હેઠળ 43 હજાર શિક્ષકોને સ્થાયી કરવાની પ્રક્રિયા શરૂ.
35. આંગણવાડી કાર્યકરોનું માનદ્ વેતન 3600થી વધારીને 4100 રૂપિયા કરાયું.
36. રાજ્યના યુવાઓ માટે 50,000 નવી નોકરીઓની તકો સર્જન થશે.
37. નવેમ્બર 2019માં શ્રીનગરમાં મેગા ઈન્વેસ્ટર સમિટનું આયોજન થશે.
38. ઈન્વેસ્ટર આંતરપ્રિન્યોર માટે સિંગલ વિન્ડોની વ્યવસ્થા.
39. દાલ ઝીલની સુંદરતા વધારવા પર ભાર મૂકાશે.
40. ત્રાલ અને કિશનગંગામાં 2 વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીનો પ્રસ્તાવ.
41. પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાશે.
42. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ગુલબર્ગ માસ્ટર પ્લાન 2032ના ફેઝ 1ને મંજૂરી, ફેઝ 2નો પ્લાન આ વર્ષના અંત સુધીમાં પૂરો કરાશે.
43. લેહ અને કારગિલમાં નવા પર્યટન સ્થળ વિક્સિત કરાશે.
44. ઈકો પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 12 ટ્રેકિંગ રૂટ વિક્સિત થઈ રહ્યાં છે.
45. ખેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે 250 કરોડ રૂપિયાનું ફંડ.
46. પ્રત્યેક પંચાયતમાં રમતનું મેદાન હશે.
47. રાજ્યમાં ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થશે.
48. શ્રીનગર અને જમ્મુમાં સાર્વજનિક જીમ બનાવવામાં આવશે.
49. રાજ્યમાં એક હજાર મેડિકલ ઓફિસરોની ભરતી કરાશે.
50. ક્લાસ 4ની તમામ નોકરીઓમાં ઈન્ટરવ્યું વ્યવસ્થા ખતમ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે