મેડિકલ કોર્સમાં OBC ને 27%, EWS ને 10% અનામત, મોદી સરકારનો મોટો નિર્ણય
મેડિકલ કોલેજોમાં એડમિશનને લઈને ઓબીસી અને ઈડબ્લ્યૂએસ કોટાના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે અનામત લાગૂ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ/ડેન્ટલ કોર્સ (MBBS/MD/MC/DIPLOMA/BDS/MDS) મમાટે 27 ટકા અને EWS કોટામાં 10 ટકા અનામત મળશે. આ સ્કીમ 2021-2022ના સત્રથી લાગૂ થશે.
જાણકારી પ્રમામે આશરે 5550 વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળશે. કેન્દ્ર સરકારે પછાત વર્ગો અને EWS ને અનામતનો ફાયદો આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. તેને લાગૂ કરવા માટે પીએમ મોદીએ થોડા સમય પહેલા રિવ્યૂ મીટિંગ પણ કરી હતી.
देश में मेडिकल एजुकेशन के क्षेत्र में सरकार द्वारा ऐतिहासिक निर्णय लिया गया है।
ऑल इंडिया कोटे के तहत अंडरग्रेजुएट/पोस्ट ग्रेजुएट, मेडिकल तथा डेंटल शिक्षा में OBC वर्ग के छात्रों को 27% व कमजोर आय वर्ग (EWS) के छात्रों को 10% आरक्षण दिया जाएगा। (1/2)
— Mansukh Mandaviya (@mansukhmandviya) July 29, 2021
આ નિર્ણયથી આશરે 5550 વિદ્યાર્થીઓને લાભ થશે. સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, સરકાર પછાત અને ઈડબ્લ્યૂએસ વર્ગ બંને માટે યોગ્ય અનામત આપવા પ્રતિબદ્ધ છે. દર વર્ષે MBBS માં આશરે 1500 ઓબીસી વિદ્યાર્થીઓ અને પોસ્ટગ્રેજ્યુએટમાં 2500 ઓબીસી વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે. આ રીતે MBBS માં આશરે 550 EWS વિદ્યાર્થીઓને અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 1000 EWS વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે.
Our Government has taken a landmark decision for providing 27% reservation for OBCs and 10% reservation for Economically Weaker Section in the All India Quota Scheme for undergraduate and postgraduate medical/dental courses from the current academic year. https://t.co/gv2EygCZ7N
— Narendra Modi (@narendramodi) July 29, 2021
ઘણા સમયથી તેને લઈને માંગ કરવામાં આવી રહી હતી. એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં ઓબીસી સાંસદોના એક પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી નીટ યૂજી અને પીજીમાં અખિલ ભારતીય કોટામાં ઓબીસી અને ઈડબ્લ્યૂએસ ઉમેદવારો માટે અનામત લાગૂ કરવાની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે