અમરનાથ યાત્રા: 26 વર્ષમાં 14 હુમલા, 68 લોકોના મોત, આ વખતે સુરક્ષા માટે મોટો પડકાર

જમ્મૂ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા આજથી શરૂ થઇ ગઇ છે. 1 જુલાઇથી આ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચલાશે. આ યાત્રાની સુરક્ષા માટે જમ્મૂ કાશ્મીર સરકાર, સુરક્ષા દળ અને કેન્દ્ર ગૃહ મંત્રાલયના યોગ્ય વ્યવસ્થા કરી છે.

અમરનાથ યાત્રા: 26 વર્ષમાં 14 હુમલા, 68 લોકોના મોત, આ વખતે સુરક્ષા માટે મોટો પડકાર

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા આજથી શરૂ થઇ ગઇ છે. 1 જુલાઇથી આ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચલાશે. આ યાત્રાની સુરક્ષા માટે જમ્મૂ કાશ્મીર સરકાર, સુરક્ષા દળ અને કેન્દ્ર ગૃહ મંત્રાલયના યોગ્ય વ્યવસ્થા કરી છે. પાકિસ્તાનની સાથે સખત વલણ આપનાવવા અને ખાડીમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટને ધ્યાનમાં રાખી આ વખતે અમરનાથ યાત્રાને લઇને સુરક્ષા એજન્સી સતર્ક છે. ખાસ કરીને 2017ના હુમલા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામા હુમલા બાદથી અમરનાથ યાત્રા પર રહેલા ખતરાનું લેવલ પણ હાઇ થઇ ગયું છે.

આ વખતે કેમ છે મોટો પડકાર?
14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા હુમલા બાદથી ખાડીમાં આતંકવાદીઓ સામે કેન્દ્ર સરકાર સખત કાર્યવાહી કરી રહ્યું છે. સુરક્ષા દળે ઓપરેશન ઓલઆઉટમાં આ વર્ષે અત્યાર સુધીમાં 130 આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીરમાં આવનારા મહિનામાં વિધાનસભા ચૂંટણી પણ યોજવવાની છે. એવામાં કોઇ મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે છે. તેને ધ્યાનમાં રાખી અમરનાથ યાત્રાને લઇને વધારે સતર્કતા રાખવામાં આવી રહી છે.

હાલમાં 12 જૂને થયેલા અનંતનાગ હુમલાએ અમરનાથ યાત્રા માટે ખતરાનું એલર્ટ વધારી દીધું છે. અમરનાથ યાત્રાના રૂટમાં આવનારા અનંતનાગમાં 12 જૂને આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 5 જવાનો શહીદ થયા હતા. જ્યારે આતંકવાદીઓના ગોળીબારમાં અનંતનાગના પોલીસ ઇન્સ્પેક્ટર અરશદ ખાન પણ શહીદ થયા હતા.

અમરનાથ યાત્રા આજથી શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના 

ગુપ્ત માહિતીની ચેતવણીમાં ચિંતા વધી
ખસકરીને બાલાકોટ રૂટથી અમરનાથ યાત્રાને આતંકવાદીઓ નિશાનો બનાવી શકે છે એવી ગુપ્ત એજન્સી દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જમ્મૂ રેલવે સ્ટેશનથી લઇને પવિત્ર અમરનાથ યાત્રાના સમગ્ર રૂટ પર 40 હજારથી વધારે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. જેથી આતંકી કોઇ હિંસક ઘટનાને અંજામ આપી શકે નહીં.

ક્યારે-ક્યારે અમરનાથ યાત્રાને આતંકવાદીઓએ બનાવી નિશાન
1980ના દશકના અંતમાં કાશ્મીરમાં પોકિસ્તાનની ઉશ્કેરણી પર આતંકવાદનો બળવો કર્યો હતો. આતંકવાદીઓએ વર્ષ 1993માં પહેલી વખત અમરનાથ યાત્રાને નિશાન બનવી હતી. પરંતુ અમરનાથ યાત્રામાં સૌથી મોટો હુમલો વર્ષ 2000માં થયો હતો. જેમાં 32 શ્રદ્ધાળુઓના જીવ ગયા હતા. 2017માં શ્રદ્ધાળુની બસ પર થયેલો હુમલો સૌથી તાજેતર હુમલો છે. 1993થી અત્યાર સુધીમાં 26 વર્ષમાં અમરનાથ યાત્રા પર 14 હુમલા થયા હતા. જેમાં 68 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

- પાકિસ્તાન સમર્થિક આતંકી સંગઠન હરકત ઉલ અંસાર અને લશ્કર એ તૈય્યબાની સતત ધમકીઓ વચ્ચે 1993માં અમરનાથ યાત્રા પર પહેલો હુમલો થયો હતો. તે સમયે આ ઘટનામાં 2 હુમલામાં ત્રણ લોકોના જીવ ગયા હતા.

- વર્ષ 1994માં પણ અમરનાથ યાત્રા પર એક આતંકી હુમલો થયો હતો. જેમાં બે અમરનાથ યાત્રીઓના જીવ ગયા હતા.

— ANI (@ANI) June 29, 2019

- અમરનાથ યાત્રીઓ પર ત્રીજો હુમલો 1995માં થયો હતો. તે સમયે અમરનાથ યાત્રીઓ પર ત્રણ હુમલા થયા, જો કે, આ હુમલામાં કોઇ જાનહાની થઇ નહોતી.

- વર્ષ 1996માં ફરી અમરનાથ યાત્રીઓ પર બે હુમલા થયા, પરંતુ આ હુમલામાં જાન-માલનું કોઇ નુકસાન થયું નહોતું.

- આતંકવાદીઓએ વર્ષ 2000માં અમરનાથ યાત્રા પર સૌથી મોટો હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ 2 ઓગસ્ટ 2000ના રોજ અમરનાથ યાત્રીઓના પહેલગામ બેઝ કેમ્પ પર અંધાધૂન ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 32 શ્રદ્ધાળુ, સ્થાનિક દુકાનદાર અને પોર્ટર્સએ જીવ ગુમાવ્યો હતો. આ આતંકી હુમલામાં 60થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં પાછળ આતંકી સંગઠન લશ્કર એ તૈય્યબાનો હાથ જણાવવામાં આવ્યો હતો. આ હુમલો અમરનાથ યાત્રા પર થયેલા હુમલામાંથી સૌથી મોટો હુમલો છે.

- 20 જુલાઇ 2001માં આતંકવાદીઓએ પહેલગામ બેઝ કેમ્પથી આઆગળ શેષનાગ લેકની પાસે અમરનાથ યાત્રીઓના એક કેમ્પ પર બે હેન્ડ ગ્રેનેડ્સ ફેંક્યા હતા. જેમાં 12 લોકોના મોત થયા અને 15 લોકો ઘાયલ થયા હતા.

- 30 જુલાઇ 2002માં આતંકવાદીઓએ શ્રીનગરમાં અમરનાથ યાત્રા માટે જઇ રહેલા શ્રદ્ધાળુઓની પ્રાઇવેટ ટેક્સી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે યાત્રીઓના મોત થયા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા.

- પહેલગામના નનવાન કેમ્પ પાસે લશ્કરના આતંકવાદીઓએ 6 ઓગસ્ટ 2002એ ગ્રેનેડ ફેંક્યો અને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા જ્યારે અન્ય 27 લોકો ઘાયલ થયા હતા.

- વર્ષ 2006માં આતંકવાદીઓએ ફરી અમરનાથ યાત્રાને નિશાન બનાવી હતી. આતંકવાદીઓએ અમરનાથ યાત્રીઓની બસ પર ગ્રેનેડ્સ ફેક્યો હતો. જેમાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું.

- 2006ના હુમલા બાદ 11 વર્ષ સુધી અમરનાથ યાત્રાને નિશાન બનાવવામાં અસફળ રહ્યાં હતા. પરંતુ 10 જુલાઇ 2017માં ફરી આતંકવાદીઓએ અમરનાથ યાત્રાને નિશાન બનાવી હતી. અનંતનાગમાં આતંકવાદીઓએ અમરનાથ યાત્રીઓની બસ પર અંધાધૂન ફાયરિંગ કર્યું હતું. જેમાં 7 યાત્રીઓના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news