મહારાષ્ટ્રમાં વરસાદથી ગુજરાતની ટ્રેનોને અસર : જુઓ કઈ ટ્રેન કેન્સલ થઈ, અને કઈ મોડી પડશે

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ મુંબઈમાં પણ ભારે વરસાદ છે. આવામાં મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પર ટ્રેક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં રેલ વ્યવહાર પર અસર જોવા મળી છે. પાલઘર સ્ટેશન નજીક વરસાદી પાણી ટ્રેક પર ફરી વળતાં ટ્રેનો પણ રદ કરાઈ છે.
મહારાષ્ટ્રમાં વરસાદથી ગુજરાતની ટ્રેનોને અસર : જુઓ કઈ ટ્રેન કેન્સલ થઈ, અને કઈ મોડી પડશે

જય પટેલ/વલસાડ :દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ મુંબઈમાં પણ ભારે વરસાદ છે. આવામાં મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પર ટ્રેક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં રેલ વ્યવહાર પર અસર જોવા મળી છે. પાલઘર સ્ટેશન નજીક વરસાદી પાણી ટ્રેક પર ફરી વળતાં ટ્રેનો પણ રદ કરાઈ છે.
 
ટ્રેનો રદ અને મોટા ભાગની ટ્રેનો મોડી પડતાં વલસાડ જિલ્લાના સ્ટેશનો પર મુસાફરો અટવાયા છે. વલસાડ જિલ્લાના તમામ સ્ટેશનો પર રેલવે દ્વારા પાલઘરમાં પાણી ભરાતા ટ્રેનો મોડી પડશે તે પ્રકારનું એનાઉન્શ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે હજારો મુસાફરો સ્ટેશન પર જ અટવાયા છે. 

  • 12954 ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એકસ્પ્રેસ એક કલાક મોડી
  • 14707 રણકપુર એક્સપ્રેસ 2.30 કલાક મોડી
  • 11101 ગોલીયર વિકલી 2.15 કલાક મોડી
  • 22953 ગુજરાત એક્સપ્રેસ 50 મિનિટ મોડી 
  • 22956 કચ્છ એક્સપ્રેસ 2 કલાક મોડી
  • 12934 કર્ણાવતી એક્સપ્રેસ 34 મિનિટ મોડી
  • 12990 દાદર વેસ્ટર્ન એક્સપ્રેસ 40 મિનિટ મોડી
  • 12009 શતાબ્દી એક્સપ્રેસ એક કલાક મોડી 
  • 16587 બિકાનેર એક્સપ્રેસ 1.10 કલાક મોડી 

કઈ કઈ ટ્રેન કેન્સલ થઈ

  • સુરત વિરાર શટલ રદ કરવામાં આવી 
  • વલસાડ-વાપી પેસેન્જર રદ કરવામાં આવી
  • 12922 ફલાઈનગ રાણી આંશિક રદ

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news