Modi Cabinet Expansion Live: કેબિનેટ વિસ્તરણ પહેલા મોટી હલચલ, અનેક મંત્રીઓના રાજીનામા, કુલ 43 નેતાઓ લેશે મંત્રીપદના શપથ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. 24 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ લઈ શકે છે. 

Modi Cabinet Expansion Live: કેબિનેટ વિસ્તરણ પહેલા મોટી હલચલ, અનેક મંત્રીઓના રાજીનામા, કુલ 43 નેતાઓ લેશે મંત્રીપદના શપથ

Modi Cabinet Expansion Live Update: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. 24 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ લઈ શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંડ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 6 વાગે આ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. 

યુપી-બિહારમાંથી આ નેતાઓને મળશે તક
નવી કેબિનેટમાં યુપી બિહારના જે નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં પશુપતિ પાર (લોક જનશક્તિ પાર્ટી), આરસીપી સિંહ (જેડીયુ), અનુપ્રિયા પટેલ (અપના દળ), અજય મિશ્રા (ભાજપ), એસપી સિંહ બઘેલ (ભાજપ), ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (જેડીયુ), રામનાથ ઠાકુર (જેડીયુ), દિલેશ્વર કામત (જેડીયુ), કૌશલ કિશોર (ભાજપ), બીએલ વર્મા, ભાનુપ્રતાપ સિંહ વર્મા, પંકજ ચૌધરી સામેલ છે. આ બાજુ પશુપતિ પારસને મંત્રી બનાવવા અંગે એલજેપી નેતા ચિરાગ પાસવાને વિરોધ વ્યક્ત કર્યો છે. 

ચિરાગ પાસવાનનું કહેવું છે કે પાર્ટી વિરોધી અને ટોચના નેતૃત્વને દગો કરવાના કારણે એલજેપીમાંથી પશુપતિ પારસને પહેલેથી જ પાર્ટીમાંથી નિષ્કાષિત કરવામાં આવ્યા છે. હવે તેમને મંત્રીમંડળમાં સામેલ કરવા પર પાર્ટી આકરો વિરોધ નોંધાવે છે. 

— ANI (@ANI) July 7, 2021

બંગાળથી 2 સાંસદોને તક
પશ્ચિમ બંગાળથી ભાજપના બે સાંસદ જ્હોન બારલા, સુભાષ સરકાર મોદી સરકારમાં મંત્રી બની શકે છે. 

બાબુલ સુપ્રીયોએ પણ આપ્યું રાજીનામું
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમંત્રી બાબુલ સુપ્રીયોએ પણ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત જળશક્તિ મંત્રાલય તથા સોશિયલ જસ્ટિસ મંત્રાલયમાં રાજ્યમંત્રી રતનલાલ કટારિયા સહિત અત્યાર સુધીમાં કુલ 10 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. 

ડો. હર્ષવર્ધને આપ્યું રાજીનામું
વધુ એક આંચકાજનક સમચાાર એ છે કે સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને પણ રાજીનામું આપ્યું છે. કેબિનેટ વિસ્તરણ પહેલા કુલ 7 મંત્રીઓના રાજીનામા પડ્યા છે. 

May be an image of one or more people and text that says "पुराणी सरवीर शपथ LIVE ZEENEWS शपथ BREAKING स्वास्थ्य मंत्री डॉ हर्षवर्धन ने इस्तीफा दिया- सूत्र VARDHAN आज कैबिनेट विस्तार में 43 मंत्री शपथ लेंगे स्वास्थ्य मंत्री डॉ. हर्षवर्धन ने इस्तीफा दिया- सूत्र"

પીએમ મોદીની નેતાઓ સાથેની બેઠક પૂરી
મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પીએમ નરેન્દ્ર મોદીની સાથે નેતાઓની બેઠક પૂરી થઈ ગઈ છે. આ નેતાઓ આજે સાંજે મંત્રીપદના શપથ લેવાના છે. પ્રધાનમંત્રી આવાસથી નેતાઓ રવાના થઈ રહ્યા છે. પીએમ મોદી સાથે નેતાઓની બેઠક એક કલાક ચાલી અને આ દરમિયાન પીએમ મોદીએ નેતાઓને પણ સંબોધિત કર્યા. 

કુલ 43 નેતાઓ લેશે મંત્રીપદના શપથ
મળતી માહિતી મુજબ નવા ચહેરા અને પ્રમોશન પામનારા મળીને કુલ 43 નેતાઓ મંત્રીપદના શપથ લેશે. 

— ANI (@ANI) July 7, 2021

આ 6 નેતાઓએ આપ્યા રાજીનામા
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ફર્ટિલાઈઝર મંત્રી સદાનંદ ગૌડા, શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક, શ્રમમંત્રી સંતોષ ગંગવાર રાજ્યમંત્રી દેબોશ્રી ચૌધરી, રાજ્યમંત્રી સંજય ધોત્રે, રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવે પાટિલે કેબિનેટના વિસ્તરણ પહેલા રાજીનામા આપ્યા છે. 

મોદી મંત્રીમંડળમાં સામેલ થનારા સંભવિત નેતાઓના નામ

1. જ્યોતિરાદિત્ય સિંધિયા, મધ્ય પ્રદેશ (ભાજપ)
2. સર્બાનંદ સોનોવાલ, અસમ (ભાજપ)
3. પશુપતિ નાથ પારસ, બિહાર (એલજેપી)
4. નારાયણ રાણે (ભાજપ)
5. ભૂપેન્દ્ર યાદવ 
6. અનુપ્રિયા પટેલ (અપના દળ)
7. કપિલ પાટીલ
8. મીનાક્ષી લેખી (ભાજપ)
9. રાહુલ કસાવા
10 અશ્વિની વૈષ્ણવ
11. શાંતનુ ઠાકુર
12. વિનોદ સોનકર
13. પંકજ ચૌધરી
14. આર સીપી સિંહ (જેડીયુ)
15. દિલેશ્વર કામત (જેડીયુ)
16. ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (જેડીયુ)
17. રામનાથ ઠાકુર (જેડીયુ)
18. રાજકુમાર રંજન
19. બી એલ વર્મા
20. અજય મિશ્રા
21. હિના ગાવિત
22. શોભા કરંદલાજે
23. અજય ભટ્ટ
24. પ્રીતમ મુંડે

— ANI (@ANI) July 7, 2021

આ મંત્રીઓને પ્રમોટ કરવામાં આવી શકે છે
આજના મંત્રીમંડળના વિસ્તરણમાં અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂપાલા અને જી કિશન રેડ્ડીને પ્રમોટ કરવામાં આવી શકે છે. આ મંત્રીઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. જે હાલ કેન્દ્રીય રાજ્યમંત્રી છે. 

Narayan Rane, Pashupati Paras, RCP Singh leave from PM's official residence in Delhi pic.twitter.com/YdWmmmFIun

— ANI (@ANI) July 7, 2021

મંત્રીમંડળમાં સામેલ થનારા નેતાઓને મળી રહ્યા છે પીએમ મોદી
કેબિનેટ વિસ્તરણને લઈને આજે સાંજે 6 વાગે થનારા શપથગ્રહણ સમારોહ પહેલા પ્રધાનમંત્રી મોદી મંત્રીમંડળમાં સામેલ થનારા નેતાઓને મળી રહ્યા છે. અનેક નેતાઓ પ્રધાનમંત્રી આવાસ પર પહોંચી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news