Modi Cabinet Decisions: કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે

Women Reservation Bill: સંસદના વિશેષ સત્રની વચ્ચે સોમવારે (18 સપ્ટેમ્બર) કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે.
 

Modi Cabinet Decisions: કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે

Modi Cabinet Decisions: સંસદના વિશેષ સત્રની વચ્ચે સોમવારે (18 સપ્ટેમ્બર)ના રોજ સંસદ ભવન એનેક્સીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. સૂત્રોનો દાવો છે કે મોદી કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે એવી માહિતી પણ સામે આવી છે કે મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે આવતા બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે મહિલાઓ માટે 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે.

સૂત્રોએ જણાવ્યું કે મહિલા અનામત બિલ પાસ થવા પર દિલ્હીની આસપાસના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં મહિલાઓ પ્રધાનમંત્રી મોદીને ધન્યવાદ આપવા માટે દિલ્હી આવી શકે છે. હકીકતમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના આવાસ પર જે સાંસદ આવ્યા હતા તે દિલ્હીની આસપાસ (એનસીઆર) ના હતા. સૂત્રો અનુસાર સાંસદોને દિલ્હીની આસપાસ સંસદીય ક્ષેત્રોમાંથી મહિલાઓને લાવવાની જવાબદારી આપવામાં આવી છે. 

ભાજપ બુધવાર (20 સપ્ટેમ્બર) કે પછી તેના એક દિવસ બાદ મહિલાઓની મોટી સભા દિલ્હી કે દિલ્હી સાથે જોડાયેલા રાજસ્થાનના કોઈ શહેરમાં કરી શકે છે. સભાને ખુબ પીએમ મોદી સંબોધિત કરી શકે છે. સૂત્રએ જણાવ્યું કે આ કાર્યક્રમને હાલ ગુપ્ત રાખવામાં આવ્યો છે. 

તમને જણાવી દઈએ કે વર્તમાન લોકસભામાં 78 મહિલા સાંસદો છે, જે કુલ 543ની સંખ્યાના 15 ટકાથી પણ ઓછી છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડુચેરી સહિતની ઘણી રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિત્વ છે. 10 ટકા કરતાં ઓછું છે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં કોંગ્રેસ, બીજુ જનતા દળ (BJD) અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સહિત અનેક પક્ષોએ મહિલા અનામત બિલ રજૂ કરવાની માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news