Moderna લોન્ચ કરવા જઈ રહી છે સિંગલ ડોઝ વેક્સિન, આગામી વર્ષે ભારતને મળશે 5 કરોડ ડોઝ!

મોડર્ના (Moderna) આગામી વર્ષ સુધી ભારતમાં સિંગલ ડોઝ વેક્સિન (Single Dose Corona Vaccine) વેક્સિન લોન્ચ કરી શકે છે.

Moderna લોન્ચ કરવા જઈ રહી છે સિંગલ ડોઝ વેક્સિન, આગામી વર્ષે ભારતને મળશે 5 કરોડ ડોઝ!

નવી દિલ્હીઃ કોરોના વેક્સિન નિર્માતા કંપની મોડર્ના (Moderna) આગામી વર્ષ સુધી ભારતમાં સિંગલ ડોઝ વેક્સિન (Single Dose Corona Vaccine) વેક્સિન લોન્ચ કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, 5 કરોડ ડોજની આપૂર્તિ માટે કંપની આ સમયે સિપ્લા (Cipla) અને બીજી ફર્મ સાથે વાતચીત કરી રહી છે. 

બાળકોની વેક્સિનનું ટ્રાયલ રિઝલ્ટ જારી
થોડા સમય પહેલા મોડર્નાએ બાળકો પર વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામો જાહેર કર્યા છે, જેમાં તેની વેક્સિન બાળકો પર 100 ટકા અસરકારક અને સુરક્ષિત જોવા મળી છે. કંપનીએ પોતાની વેક્સિનની ટ્રાયલ 12થી 17 વર્ષની ઉંમરના 3 હજાર 732 બાળકો પર ટ્રાયલ કરી છે. તેમાં 2 હજાર 488 બાળકોને કોરોના વેક્સિનના બન્ને ડોઝ લગાવવામાં આવ્યા છે. કંપની અનુસાર જે બાળકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, તેમાં કોરોનાના લક્ષણ સામે આવ્યા નથી. તો એક ડોઝ લેનાર બાળકો પર આ વેક્સિન 93 ટકા અસરકારક સાબિત થઈ છે. 

આગામી મહિને FDA પાસે માંગશે ઉપયોગની મંજૂરી
બીજા અને ત્રીજા તબક્કાના પરિણામ આવ્યા બાદ વેક્સિન નિર્માતા કંપની મોડર્નાએ કહ્યું કે, તે પોતાની વેક્સિનને બાળકો માટે મંજૂરી અપાવવા અમેરિકી રેગુલેટર બોડી FDA પાસે જૂન મહિનામાં અરજી કરશે. મહત્વનું છે કે ભારત બાયોટેક (Bharat Bio-tech) કંપની પણ બાળકો માટે નોઝલ વેક્સિન બનાવી રહી છે. તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. નોઝલ સ્પ્રે વેક્લિનના માત્ર ચાર ટીંપા કોરોનાને માત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ વેક્સિનના બે-બે ટીંપા નાકના બન્ને ભાગમાં નાખવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news