500 રૂપિયાની 88 હજાર કરોડની નોટ ગાયબ થઈ ગઈ? RBI નો જવાબ- RTI કરનારાએ ગણતરીમાં કરી ભૂલ

Mysterious Disappearance Of 500 Note: આ દાવો કોઈ હવામાં નહીં પરંતુ સૂચનાના અધિકાર કાયદા Right to Information Act હેઠળ મળેલા ઓફિશિયલ ડેટાના આધારે થયો હતો. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જવાબ આપતા કહ્યું કે આરટીઆઈ દ્વારા સૂચના મેળવનારા વ્યક્તિએ ગણતરીમાં ભૂલ કરી છે.

500 રૂપિયાની 88 હજાર કરોડની નોટ ગાયબ થઈ ગઈ? RBI નો જવાબ- RTI કરનારાએ ગણતરીમાં કરી ભૂલ

Mysterious Disappearance Of 500 Note: નાસિકની સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયા બાદ ભારતીય રિઝર્વ બેંક (RBI) સુધી પહોંચવામાં 500 રૂપિયાની 1,550 મિલિયન નવી નોટ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ જેની કિંમત લગભગ 88,032.5 કરોડ રૂપિયા છે. આટલી મોટી રકમના ગાયબ થવાના પગલે ભારતીય અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો છવાઈ ગયા. આ દાવો કોઈ હવામાં નહીં પરંતુ સૂચનાના અધિકાર કાયદા Right to Information Act હેઠળ મળેલા ઓફિશિયલ ડેટાના આધારે થયો હતો. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જવાબ આપતા કહ્યું કે આરટીઆઈ દ્વારા સૂચના મેળવનારા વ્યક્તિએ ગણતરીમાં ભૂલ કરી છે. RBI ના જણાવ્યાં મુજબ આરટીઆઈ કરનારા વ્યક્તિએ ફક્ત એક સિરીઝના નોટોના ડેટાના આધારે આ દાવો કર્યો છે.

ગાયબ થયેલી નોટની ખબર પર RBIનું નિવેદન
આરબીઆઈએ પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યું છે કે, 'નોટ ગાયબ થવાની ખબર સાચી નથી. આરબીઆઈના પ્રેસથી આરબીઆઈ સુધી નોટ લાવવા, તેમને સુરક્ષિત રાખવા અને પછી તેમને બેંકો સુધી પહોંચાડવા માટે એક ખુબ જ મજબૂત સિસ્ટમ અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. આવામાં લોકો આરબીઆઈ તરફથી સમયયાંતરે આપવામાં આવતી જાણકારી પર જ ભરોસો કરે.'

— ReserveBankOfIndia (@RBI) June 17, 2023

એવું કહેવાય છે કે આરટીઆઈ દ્વારા જાણકારી મેળવનારા વ્યક્તિએ અલગ અલગ પ્રેસમાંથી જાણકારી મેળવી છે. કેટલાક પ્રેસે  ફક્ત નવી સિરીઝનો ડેટા આપ્યો જ્યારે કેટલાકે નવી અને જૂની બંનેનો ડેટા આપ્યો. અરજીકર્તાએ ફક્ત નવી સિરીઝના આંકડા  લીધા છે. આવામાં તેમણે આરબીઆઈ તરફથી આપવામાં આવેલા આંકડાથી ખોટો મેલજોલ કરી લીધો છે કારણ કે આ આંકડા ફક્ત એક સિરીઝના છે. આવામાં તેમનું ગણિત, તેમના સવાલ, અને  તેમના અનુમાન ખોટા છે. 

RTI માં શું જાણકારી મળી હતી?
The Free Press Journal ના રિપોર્ટ મુજબ આરટીઆઈ એક્ટિવિસ્ટ મનોરંજન રોયે આરટીઈ હેઠળ નવી નોટ ગાયબ થવાની જાણકારી મેળવી છે. આ જાણકારી મુજબ નાસિક કરન્સી નોટ પ્રેસ (Mints) માં એપ્રિલ 2015 થી ડિસેમ્બર 2016 વચ્ચે 500 રૂપિયાની નવી ડિઝાઈનવાળી 374.450 મિલિયન નોટ પ્રિન્ટ કરવામાં આવી હતી પરંતુ RBI ને તેમાંથી 345 મિલિયન નોટની જ ડિલિવરી મળી છે. ગત મહિને અપાયેલા એક અન્ય આરટીઆઈ જવાબમાં નાસિક પ્રેસે જણાવ્યું કે રઘુરામ રાજન જ્યારે RBI ગવર્નર હતા તે દરમિયાન નાણાકીય વર્ષ 2015-16 માં રિઝર્વ બેંકને નવી ડિઝાઈનની કુલ 210 મિલિયન નોટ સપ્લાય કરી હતી. જો કે નાસિક પ્રેસના રિપોર્ટમાં જ્યાં નવી ડિઝાઈનની 500 રૂપિયાની નોટ સપ્લાયનો ઉલ્લેખ છે ત્યાં આરબીઆઈની કરન્સી મેનેજમેન્ટ પર પબ્લિક ડોમિન એન્યુઅલ રિપોર્ટમાં આ નોટના સપ્લાયનો ઉલ્લેખ નથી. નાસિક પ્રેસે આગળ આપેલી જાણકારીમાં જણાવ્યું કે 2016-17માં આરબીઆઈને નવી ડિઝાઈનની 1,662 મિલિયન નોટ સપ્લાય કરાઈ હતી. 

— @Reasonyourself (@Reasonyourself) June 16, 2023

બેંગ્લુરુ અને દેવાસ પ્રેસના રેકોર્ડમાં પણ અંતર
2016-17માં ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ (R) લિમિટેડ બેંગ્લુરુ અને બેંક નોટ પ્રેસ દેવાસે પણ આરબીઆઈને નવી ડિઝાઈનની 500 રૂપિયાની નોટ સપ્લાય કરી હતી. બેંગ્લુરુ પ્રેસે 5195.65 મિલિયન નોટ, જ્યારે દેવાસ પ્રેસે 1953 મિલિયન નોટ સપ્લાય પોતાના રેકોર્ડમાં નોંધ્યા છે. 

અહીં થાય છે નોટનું છાપકામ
ભારત અધિકૃત નોટનું છાપકામ 3 સરકારી મિન્ટો- ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ (પી) લિમિટેડ, બેંગ્લુરુ, કરન્સી નોટ પ્રેસ નાસિક, અને બેંક નોટ પ્રેસ દેવાસમાં થાય છે અને  તેમને ભારતીય રિઝર્વ બેંક વોલ્ટમાં મોકલે છે. જે ભારતીય અર્થવ્યવસ્થામાં આગળના વિતરણ માટે હોય છે. 

આરબીઆઈ મુજબ 7,260 મિલિયન નોટ જ મળી
નાસિક, બેંગ્લુરુ અને દેવાસ પ્રેસથી Indian Reserve Bank એ નવી ડિઝાઈનના 500 રૂપિયાની કુલ 7,260 મિલિયન નોટ જ મળવાનો ઉલ્લેખ પોતાના રેકોર્ડમાં કર્યો છે. આ પ્રકારે ત્રણેય પ્રેસના રેકોર્ડમાં નોંધાયેલ 8,810.65 મિલિયન નોટની સરખામણીએ આરબીઆઈ સુધી લગભગ 1,550 મિલિયન નોટ ઓછી પહોંચી છે, જેની કિંમત 88,032.5 કરોડ રૂપિયા છે. જો કે Free Press Journal તરફથી સંપર્ક કરવા પર આરબીઆઈ પ્રવક્તા કે કોઈ પણ અન્ય અધિકારીએ આ મિસમેચ અંગે કોઈ પણ કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. 

CEIB અને ઈડીમાં ફરિયાદ
આરટીઆઈ એક્ટિવિસ્ટ મનોરંજન રાયનું કહેવું  છે કે આટલી મોટી રકમની નોટોનું અંતર કોઈ મજાક નથી પરંતુ આ નોટ ભારતીય અર્થવ્યવસ્થા અને તેની સ્થઇરતા માટે ખુબ મોટું જોખમ સાબિત થઈ શકે છે. રોયે આ સંભવિત કૌભાંડની ફરિયાદ સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યૂરો (CEIB) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED) ને કરી હતી જેથી કરીને તેની તપાસ થઈ શકાય. કેટલાક આરબીઆઈ અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે પ્રિન્ટિંગ પ્રેસ ડેટા અને આરબીઆઈ રેકોર્ડમાં આ અંતરનો બચાવ કર્યો છે. 

વધુ એક સમસ્યા 
કેન્દ્રીય બેંક વધુ એક સમસ્યા સામે પણ ઝઝૂમી રહી છે. વાત જાણે એમ છે કે કેન્દ્રીય બેંકના હિસાબથી વર્ષ 1999 થી 2010 વચ્ચે જેટલી કરન્સી નોટ  બજારમાં હાજર હતી તેનાથી લગભગ 339.95 મિલિયન વધારાની નોટ તેના વોલ્ટમાં વિભિન્ન બેંકોમાં જમા રકમ દ્વારા પાછી ફરી છે. આ રકમ સ્પષ્ટ રીતે કાળું નાણું છે. પરંતુ નોટ એટલી સફાઈથી  છપાયેલી છે કે સરકારી સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસમાં જ પ્રિન્ટ કરાયેલી હોય તેવું લાગે છે. આ કૌભાંડની પણ તપાસની તૈયારી ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news