અસમ-મિઝોરમ સરહદ વિવાદનો આવશે ઉકેલ, MHA ની બેઠકમાં મહત્વનો નિર્ણય, પેરામિલિટ્રી તૈનાત
અસમ-મિઝોરમ સરહદ વિવાદ (Assam Mizoram Border Conflict) ને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક યોજાઈ છે. બેઠકમાં બંને રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ વડાએ ભાગ લીધો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ અસમ (Assam) અને મિઝોરમ (Mizoram) વચ્ચે સરહદ વિવાદ (Border Conflict) હલ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે બેઠક બોલાવી હતી. બેઠકમાં બંને રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ પ્રમુખ સામેલ થયા હતા. બેઠકમાં બંને રાજ્યો વાતચીત દ્વારા મુદ્દો ઉકેલવા માટે સહમત થયા છે. વિવાદિત જગ્યાથી બંને રાજ્યોની પોલીસ હટશે અને પેરામિલિટ્રી ફોર્સની તૈનાતી થશે.
કેન્દ્ર સરકાર ચિંતિત
અધિકારીઓએ જણાવ્યું કે, ગૃહ સચિવ અજય ભલ્લાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં અસમના મુખ્ય સચિવ જિષ્ણુ બરૂઆ અને પોલીસ વડા ભાસ્કર જ્યોતિ મહંત અને મિઝોરમના ચીફ સેક્રેટરી લાલનુનમાવિયા ચુઆંગો અને DGP એસબીકે સિંહે ભાગ લીધો હતો. ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું- કેન્દ્ર સરકાર અસમ-મિઝોરમ સરહદ વિવાદ (Assam Mizoram Border Conflict) થી ચિંતિત છે, જેના કારણે હિંસા થઈ અને છ લોકોના મોત થયા છે. બેઠકનો ઉદ્દેશ્ય તણાવ ઓછો કરવો, શાંતિ સ્થાપિત કરવી અને સંભવિત સમાધાન શોધવાનો છે.
શાંતિ છતાં તણાવ
અધિકારીએ જણાવ્યું કે, સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ પણ બેઠકમાં સામેલ થયા કારણ કે તણાવ વધુ છે ત્યાં અર્ધસૈનિક દળોના જવાનોને અસમ-મિઝોરમ સરહદી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. મિઝોરમ પોલીસે અસમના અધિકારીઓની એક ટીમ પર સોમવારે ગોળીબારી કરી દીધી, જેમાં અસમ પોલીસના પાંચ કર્મીઓ અને એક નાગરિકનું મોત થયું હતું. એક એસપી સહિત 80 લોકોને ઈજા પહોંચી હતી.
શાહે આપ્યો સરહદ વિવાદ ઉકેલવા પર ભાર
અસમના બરાક ઘાટીના જિલ્લા કછાર, કરીમગંજ અને હાઇલાકાંડીની મિઝોરમના ત્રણ જિલ્લા આઇઝોલ, કોલાસિબ અને મામિતની સાથે 164 કિલોમીટરની સરહદ આવેલી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આઠ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. અને સરહદ વિવાદ ઉકેલવા પર ભાર આપ્યો હતો. તેના બે દિવસ બાદ આ ઘટના બની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે