T20 આંતરરાષ્ટ્રીયઃ સ્ટોઇનિસ બહાર, સ્મિથ, વોર્નરની ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી

ટેસ્ટ અને વનડે ટીમમાં જગ્યા બનાવ્યા બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે મંગળવારે ઓસ્ટ્રેલિયાની ટી20 આંતરરાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયાએ આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપને ધ્યાનમાં રાખતા શ્રીલંકા અને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચો માટે આ બંન્ને બેટ્સમેનોને 14 સભ્યોની ટી20 ટીમમાં સામેલ કર્યાં છે. 
 

T20 આંતરરાષ્ટ્રીયઃ સ્ટોઇનિસ બહાર, સ્મિથ, વોર્નરની ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા અને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી ટી20 સિરીઝ માટે ઓલરાઉન્ડર ખેલાડી માર્કસ સ્ટોઇનિસને ટીમમાં સ્થાન આપ્યું નથી. સ્ટોઇનિસે ખરાબ ફોર્મને કારણે બહાર થવું પડ્યું છે. ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વકપમાં સ્ટોઇનિસે માત્ર 87 રન બનાવ્યા હતા. તો એશિઝ સિરીઝમાં દમદાર પ્રદર્શન કરનાર સ્ટીવ સ્મિથની ટીમમાં વાપસી થઈ છે. સ્મિથ લગભગ સાડા ત્રણ વર્ષ બાદ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. 

તેણે પોતાની અંતિમ ટી20 મોહાલીમાં ભારત વિરુદ્ધ વિશ્વકપમાં રમી હતી. સ્મિથની સાથે ડેવિડ વોર્નર, પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કની પણ ટીમમાં વાપસી થઈ છે. એરોન ફિન્ચને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વિકેટકીપર-બેટ્સમેન એલેક્સ કેરી તથા કમિન્સને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ક્રિસ લિન, ડી આર્સી શોર્ટને નજરઅંદાજ કર્યાં છે. 

ક્રિકેટ.કોમ.એયૂએ રાષ્ટ્રીય પસંદગીકાર ટ્રેવર હોંસના હવાલાથી લખ્યું છે, 'લગભગ એક વર્ષનો સમય બાકી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ટી20 વિશ્વકપની યજમાની કરવી છે. અમે આ ટીમ તે વિશ્વકપને ધ્યાનમાં રાખીને પસંદ કરી છે. અમે એવી ટીમ પસંદ કરી છે, જેને જોઈને અમને લાગે છે કે અમે તેની સાથે ટૂર્નામેન્ટમાં જઈ શકીએ છીએ.'

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ 27, 30 ઓક્ટોબર અને 1 નવેમ્બરે રમાશે. તો પાકિસ્તાનની સાથે ત્રણ મેચોની ટી20 સિરીઝની શરૂઆત 3 નવેમ્બરથી થશે જે 8 નવેમ્બર સુધી ચાલશે. 

ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ, બેન મૈક્ડરમોટ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, બિલી સ્ટેનલેક, મિશેલ સ્ટાર્ક, એશ્ટન ટર્નર, એંડ્ર્યૂ ટાય, ડેવિડ વોર્નર. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news