ધરપકડની બીકે મેહુલ ચોક્સીએ બનાવ્યું બહાનું, "હું ભાગ્યો નથી, ઈલાજ કરાવવા આવ્યો છું"

મહુલ ચોક્સીએ મુંબઈ હાઈકોર્ટમાં એક સોગંધનામું દાખલ કર્યું છે, જેમાં તેણે પોતાની બિમારીની સંપૂર્ણ વિગતો જણાવી છે અને સાથે જ કહ્યું છે કે, હું દેશ છોડીને ભાગી નથી ગયો પરંતુ અહીં એન્ટીગુઆમાં ઈલાજ કરાવવા માટે આવ્યો છું, કોર્ટને તમામ પ્રકારનો સહકાર આપવા હું તૈયાર છું 

ધરપકડની બીકે મેહુલ ચોક્સીએ બનાવ્યું બહાનું, "હું ભાગ્યો નથી, ઈલાજ કરાવવા આવ્યો છું"

નવી દિલ્હીઃ દેશની બેન્કોનું કરોડોનું દેવું ચુકવ્યા વગર દેશ છોડીને ભાગી ગયેલા મેહુલ ચોક્સીએ મુંબઈ હાઈકોર્ટમાં એક સોગંધનામું દાખલ કર્યું છે. જેમાં તેણે પોતાની બિમારીની સંપૂર્ણ વિગતો જણાવી છે અને સાથે જ કહ્યું છે કે, હું દેશ છોડીને ભાગી નથી ગયો પરંતુ અહીં એન્ટીગુઆમાં ઈલાજ કરાવવા માટે આવ્યો છું, કોર્ટને તમામ પ્રકારનો સહકાર આપવા હું તૈયાર છું. 

— ANI (@ANI) June 17, 2019

મેહુલ ચોક્સીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવીટમાં જણાવ્યું છે કે, "હું અત્યારે એન્ટીગુઆમાં નિવાસ કરું છું. હું ત્યાંથી તપાસમાં શક્ય તમામ પ્રકારનો સહયોગ આપવા તૈયાર છું. જો કોર્ટ ઈચ્છે તો તપાસ અધિકારીઓ એન્ટીગુઆ આવી શકે છે, હું સહયોગ આપવા તૈયાર છું."

— ANI (@ANI) June 17, 2019

મેહુલ ચોક્સીએ વધુમાં કહ્યું છે કે, તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્પેશિયલ કોર્ટ અને તપાસ અધિકારી સામે હાજર થવા માટે તૈયાર છે. તેણે ED અને CBIના એ દવાઓને પણ ફગાવી દીધા કે, તે તપાસમાં સહયોગ આપતો નથી. મેહુલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેમની મેડિકલ કન્ડીશન એવી છે કે, તે એન્ટીગુઆથી બહાર જઈ શકે એમ નથી. અધિકારીઓ ઈચ્છે તો ત્યાં આવીને તેની પુછપરછ કરી શકે છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news