Mehbooba Mufti Detained: ફરી એકવાર નજરબંધ મહેબૂબા મુફ્તી, ભાજપ પર લગાવ્યા આરોપ
મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા બે દિવસથી મને ફરી ગેરકાયદેસર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ અને ભાજપ પર આરોપ લગાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના પૂર્વ મુખ્યમંત્રી અને PDP નેતા મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)ને જમ્મુ-કાશ્મીર પોલીસે એકવાર ફરી નજરબંધ કર્યા છે. આ જાણકારી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને આપી છે. મુફ્તીએ આરોપ લગાવ્યો કે તેમને પાર્ટી નેતા વહીદ ઉર રહમાનના પરિવારને મળવા દેવામાં આવતા નથી.
માત્ર મારા મામલામાં સુરક્ષાનો ખતરો?
મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું છે, 'છેલ્લા બે દિવસથી મને ફરી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લીધા છે. જમ્મુ-કાશ્મીર તંત્ર મને પુલવામામાં પાર્ટી નેતા વહીદ ઉર રહમાનના પરિવારને મળવાની મંજૂરી આપી રહ્યું નથી. ભાજપના મંત્રીઓ અને તેમના સહયોગીઓને કાશ્મીરના દરેક ખુણામાં ફરવાની મંજૂરી છે. માત્ર મારા મામલામાં સુરક્ષાનો ખતરો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, પાયાવિહોણા આરોપો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.'
Ive been illegally detained yet again. Since two days, J&K admin has refused to allow me to visit @parawahid’s family in Pulwama. BJP Ministers & their puppets are allowed to move around in every corner of Kashmir but security is a problem only in my case. pic.twitter.com/U5KlWzW3FQ
— Mehbooba Mufti (@MehboobaMufti) November 27, 2020
પુત્રી ઇલ્તિજા પણ ઘરમાં નજરબંધ
પીડીપી નેતાએ કહ્યું કે, તેમની ક્રૂરતાની કોઈ સીમા નથી. વહીદની પાયાવિહોણા આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને મને તેમના પરિવારને સાંત્વના આપવાની મંજૂરી નથી. ત્યાં સુધી કે મારી પુત્રી ઇલ્તિજાને પણ નજરબંધ રાખવામાં આવી છે કારણ કે તે પણ વહીના પરિવારને મળવા ઈચ્છતી હતી.
કિસાન આંદોલનઃ દિલ્હીમાં 9 સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની તૈયારીમાં પોલીસ, માગી મંજૂરી
3 કલાકે પત્રકાર પરિષદ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી આજે બપોરે ત્રણ કલાકે પત્રકાર પરિષદ કરશે. તેમણે કહ્યું કે, હું આજે બપોરે ત્રણ કલાકે પીસી કરીશ અને વિભિન્ન મુદ્દા પર જાણકારી આપીશ. મીડિયાને વિનંતી છે કે તે આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે