કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યોમાં જાનવરોના મોતથી ખૌફનો માહોલ
અસમના ધેમાજી, ઉત્તરી લખીમપુર, વિશ્વનાથ, ડિબ્રૂગઢ, શિવસાગર અને જોરહાર જિલ્લાની સાથે જ અરૂણાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભૂંડના અસામાન્ય રીતે મોતનો મામલો સામે આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાની મહામારી વચ્ચે બે રાજ્યોમાં ભૂંડના અસામાન્ય રીતે મોત થતાં મોતની ચિંતા વધારી દીધી છે. આ રાજ્ય મેઘાલય સરકારે તાત્કાલિક પ્રભાવથી ભૂંડના આયાત પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. અસમના ધેમાજી, ઉત્તરી લખીમપુર, વિશ્વનાથ, ડિબ્રૂગઢ, શિવસાગર અને જોરહાર જિલ્લાની સાથે જ અરૂણાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભૂંડના અસામાન્ય રીતે મોતનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ સરકારે અન્ય રાજ્યોમાંથી ભૂંડ આયાત પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
પશુ ચિકિત્સા વિભાગના પ્રમુખ સચિવ એસપી અહમદ દ્વરા જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે તમામ સરકારી, ખાનગી પિગ ફાર્મ અને આ કાર્ય લાગેલા ખેડૂતોને સ્વચ્છતા અને જૈવ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે પર્યાપ્ત ઉપાય કરવા જોઇએ. જેમ કે ફાર્મ અને ઉપકરણોની કીટાણુશોધન અને કોઇપણ બહારી વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધિત કરવા. આ ઉપરાંત ભૂંડમાં ભારે તાવના લક્ષણ અને કોઇપણ અસામાન્ય ગતિવિધિઓ વિશે તાત્કાલિક જિલ્લા અધિકારીઓને સૂચિત કરવા જોઇએ.
તો બીજી તરફ ઉપમુખ્યમંત્રી પ્રસ્ટોન તિનસોન્ગે કહ્યું કે બે રાજ્યોમાં ભૂંડના મોતનો મામલો સામે આવ્યો છે. સંભવિત રૂપથી કોઇપણ ફ્લૂના લીધે તેમના મોત થયા છે. જોકે તપાસ પરિણામ આવ્યા બાદ જ મોતના કારણો વિશે સાચુ કહી શકાય. લોકોને ગભરાવવાની અપીલ કરતાં તિનસોન્ગે કહ્યું કે ભૂંડના આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે રાજ્યના ભૂંડના માંસ સેવન કરી શકાય. પરંતુ માંસને ઓછામાં ઓછું 30 મિનિટ સુધી પકાવવું જરૂરી છે. તેમણે આગળ કહ્યું કે તમામ જિલ્લા સતર્ક કરી દીધા છે અને પશુ ચિકિત્સા વિભાગ દ્વારા સરકારી અને ખાનગી બંને પ્રકારના પિગ ફાર્મા પર નજર રાખવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેથી સમય જતાં બિમારી ફેલાતી રોકી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે