લોકસભા 2019: સપા અને બસપા કોંગ્રેસનું પત્તુ કાપવાની તૈયારીમાં, મીટિંગ કરીને લીધો ખાસ નિર્ણય

 લોકસભા ઈલેક્શન 2019ને લઈને તમામ પાર્ટીઓ પોતાપોતાના સ્તર પર કામે લાગી ગઈ છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, સમાજવાદી પાર્ટી (સપા) પ્રમુખ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતીની વચ્ચે શુક્રવારે દિલ્હીમાં બેઠક થઈ. આ દરમિયાન બંને નેતાઓએ લોકસભા ઈલેક્શનને લઈને પોતપોતાની રણનીતિ પર ચર્ચા કરી.

લોકસભા 2019: સપા અને બસપા કોંગ્રેસનું પત્તુ કાપવાની તૈયારીમાં, મીટિંગ કરીને લીધો ખાસ નિર્ણય

નવી દિલ્હી : લોકસભા ઈલેક્શન 2019ને લઈને તમામ પાર્ટીઓ પોતાપોતાના સ્તર પર કામે લાગી ગઈ છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, સમાજવાદી પાર્ટી (સપા) પ્રમુખ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતીની વચ્ચે શુક્રવારે દિલ્હીમાં બેઠક થઈ. આ દરમિયાન બંને નેતાઓએ લોકસભા ઈલેક્શનને લઈને પોતપોતાની રણનીતિ પર ચર્ચા કરી.

સૂત્રોના અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં રણનીતિ બને છે કે, બંને પાર્ટીઓ 35-35 સીટો પર પોતપોતાના ઉમેદવાર ઉતારશે. તો કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ ન કરવા પર હાલ સપા-બસપા પર સહમતિ બની છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 સીટ છે. 

સૂત્રોનું કહેવું છે કે, બંને નેતાઓ વચ્ચે અંદાજે દોઢ કલાક સુધી મીટિંગ ચાલી હતી. તેમાં સપા મહાસચિવ પ્રો. રામગોપલ યાદવ પણ અખિલેશ સાથે મોજૂદ રહ્યા હતા. આ દરમિયાન આગામી ઈલેક્શનમાં યુપીમાં સપા-બસપા ગઠબંધન પર ચર્ચા થઈ હતી. સાથે જ સીટ પર વહેંચણી અંગે પણ વાતચીત થઈ હતી. આ દરમિયાન સીટ માટે નવા ફોરમ્યુલા પણ વાત કરાઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, સપા અને બસપાની વચ્ચે યુપીમાં 35-35 સીટો પર ઈલેક્શન લડવા માટે સહમતી બની છે. તો 4 સીટ આરએલટીને આપવાનો નિર્ણય લેવાયો છે. આ પણ નિર્ણય લેવાય છે કે, અમેઠી અને રાયબરેલીની 2 સીટો પર ગઠબંધન ઉમેદવાર નહિ ઉતારાય. તો 4 સીટ હાલ રિઝર્વ રાખવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news