મનીષ નિર્દોષ છે, તેની ધરપકડ ગંદી રાજનીતિ છે... સિસોદિયાની ધરપકડ પર અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાની ધરપકડને ગંદી રાજનીતિ ગણાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મનીષ નિર્દોષ છે અને તેમની ધરપકડથી લોકોમાં ખુબ રોષ છે. તેમણે કહ્યું કે સિસોદિયા કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત છે. 

મનીષ નિર્દોષ છે, તેની ધરપકડ ગંદી રાજનીતિ છે... સિસોદિયાની ધરપકડ પર અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લિકર કૌભાંડમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડને ગંદી રાજનીતિ ગણાવી છે. તેમણે કહ્યું કે આના કારણે લોકોમાં ભારે રોષ છે. 2021-22ની આબકારી નીતિના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં રવિવારે સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીએ લગભગ 8 કલાકની લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી.

અરવિંદ કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું, 'મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ખુબ રોષ છે. લોકો બધુ જોઈ રહ્યાં છે. લોકો બધુ સમજી રહ્યાં છે. લોકો તેનો જવાબ આપશે. તેનાથી અમારો જુસ્સો વધુ વધશે. અમારો સંઘર્ષ વધુ મજબૂત થશે.'

इस से हमारे हौसले और बढ़ेंगे। हमारा संघर्ष और मज़बूत होगा।

— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2023

સિસોદિયાની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેમણે પત્રકારોને જણાવ્યું કે સિસોદિયાની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બેંકોને છેતરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

— Bhagwant Mann (@BhagwantMann) February 26, 2023

તો ભગવાન માને કહ્યું કે સ્કૂલ બનાવનારને જેલમાં મોકલવાનો માત્ર ભાજપનો એજન્ડા હોઈ શકે કારણ કે તે નથી ઈચ્છતા કે દેશ શિક્ષિત થાય. તેમણે કહ્યું કે તે સિસોદિયાની ધરપકડની આકરા શબ્દોમાં નિંદા કરે છે. 

— ANI (@ANI) February 26, 2023

અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ આઠ કલાકની પૂછપરછ પછી સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેમના જવાબો સંતોષકારક ન હતા. સિસોદિયા બીજા રાઉન્ડની પૂછપરછ માટે સવારે 11.15 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ગયા વર્ષે 17 ઓક્ટોબરે આમ આદમી પાર્ટીના નેતા (સિસોદિયા)ની પહેલીવાર પૂછપરછ કરવામાં આવી હતી. CBI FIRમાં તે આરોપી નંબર-1 છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news