BJP ના સ્ટિંગ પર મનિષ સિસોદિયાનો પલટવાર, PM મોદીને કર્યા આ 3 સવાલ 

Manish Sisodia Counterattack on BJP sting: દિલ્હીની નવી આબકારી નીતિને લઈને ભાજપે સોમવારે એક સ્ટિંગ ઓપરેશન વીડિયો જાહેર કર્યો. જેના પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ જવાબ આપ્યો અને કહ્યું કે મને ફસાવવાનું ષડયંત્ર રચાયું છે. મનિષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે મને ફસાવવા માટે સીબીઆઈના અધિકારીઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. 

BJP ના સ્ટિંગ પર મનિષ સિસોદિયાનો પલટવાર, PM મોદીને કર્યા આ 3 સવાલ 

Manish Sisodia Counterattack on BJP sting: દિલ્હીની નવી આબકારી નીતિને લઈને ભાજપે સોમવારે એક સ્ટિંગ ઓપરેશન વીડિયો જાહેર કર્યો. જેના પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ જવાબ આપ્યો અને કહ્યું કે મને ફસાવવાનું ષડયંત્ર રચાયું છે. તેમણે કહ્યું કે મારી પાસે પણ સ્ટિંગ છે. 

સીબીઆઈના અધિકારીઓ પર દબાણ હોવાનો આરોપ
મનિષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે મને ફસાવવા માટે સીબીઆઈના અધિકારીઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. મને અફસોસ છે કે આ કેસ સંલગ્ન એક અધિકારીએ દબાણમાં આત્મહત્યા કરવી પડી. પીએમ મોદીને કહેવા માંગીશ કે જો તમે મને ફસાવવા માંગતા હોવ કે રેડ કરાવવા ઈચ્છતા હોવ કે ધરપકડ કરાવવા માંગતા હોવ તો મને જણાવી દો. આ પ્રકારે અધિકારીઓ પર દબાણ બનાવવું યોગ્ય નથી. 

પીએમ મોદીને કર્યા 3 સવાલ
આ સાથે જ મનિષ સિસોદિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રણ સવાલ કર્યા અને જવાબ માંગ્યો. મનિષ સિસોદિયાએ કહ્યું કે સીબીઆઈ અધિકારીઓ પર આટલું દબાણ કેમ બનાવવામાં આવી રહ્યું છે? તેમણે કહ્યું કે બીજો સવાલ એ છે કે હવે ભારતની કેન્દ્ર સરકારનું કામ ફક્ત ઓપરેશન લોટસ ચલાવવાનું રહી ગયું છે? ત્રીજો સવાલ છે કે જનતાએ ચૂંટેલી સરકારોને કચડવા માટે કેટલી કુરબાનીઓ તમે આપશો?

— Zee News (@ZeeNews) September 5, 2022

ભાજપે લગાવ્યો આરોપ
અત્રે જણાવવાનું કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે સોમવારે કુલવિંદર મારવાહના સ્ટિંગનો વીડિયો જાહેર કર્યો. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડનો આરોપ નંબર 13 છે. ભાજપનો આરોપ છે કે કુલવિંદર મારવાહ એ વ્યક્તિ છે જે મનિષ સિસોદિયાના હાથમાં પોતે પૈસા પકડાવે છે. 

— Zee News (@ZeeNews) September 5, 2022

CBI એ આરોપ ફગાવ્યા
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાના નિવેદન પર CBI નો જવાબ આવ્યો છે. CBI એ સિસોદિયાના નિવેદનને ફગાવ્યું છે અને ભ્રમિત કરનારું ગણાવ્યું છે. CBI તરફથી કહેવાયું છે કે AAP નું નિવેદન દુર્ભાવનાપૂર્ણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news