મણિપુરની બીરેન સિંહ સરકારને ઝટકો, બીજેપીની સહયોગી કુકી પીપલ્સ એલાયન્સે પાછો ખેંચ્યો ટેકો
Manipur News: મણિપુરમાં 3 મેના રોજ અનામતના મુદ્દે હિંસા ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે.
Trending Photos
Manipur Violence Update: મણિપુરમાં ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી હિંસાને કારણે એક પાર્ટીએ એન બિરેન સિંહ (N Biren Singh) સરકાર છોડી દીધી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એનડીએ (NDA)ના સહયોગી કુકી પીપલ્સ એલાયન્સે (Kuki Peoples Alliance) મણિપુરમાં એન બિરેન સિંહ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું છે.
કુકી પીપલ્સ એલાયન્સ (KPA) પાસે બે ધારાસભ્યો છે. પાર્ટીએ રવિવારે (6 ઓગસ્ટ) રાજ્યપાલ અનુસુયા ઉઇકેને લખેલા પત્રમાં સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. કેપીએના વડા ટોંગમેંગ હાઓકિપે પત્રમાં જણાવ્યું હતું કે વર્તમાન સંઘર્ષ પર લાંબા સમય સુધી વિચાર કર્યા બાદ મુખ્ય પ્રધાન એન બિરેન સિંહની આગેવાની હેઠળની વર્તમાન મણિપુર સરકારને સમર્થન આપવાનું ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.
બંધ નસીબના તાળા ખોલવા હોય તો અપનાવો આ યુક્તિઓ, ધનથી તિજોરી છલકાશે
શું તમને પણ ઘૂંટણની સમસ્યાથી પરેશાન છો? આહારમાં લેવાની શરૂ કરી દો આ 5 વસ્તુઓ
પીએ બિરેન સિંહ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યું
તેમણે વધુમાં કહ્યું કે કેપીએ મણિપુર સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી રહ્યું છે. કુકી પીપલ્સ એલાયન્સ પાસે 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં બે ધારાસભ્યો (સૈકુલમાંથી કે.એચ. હોંગશિંગ અને સિંઘટથી ચિનલુંગથાંગ) છે. મણિપુર વિધાનસભામાં કુકી-જોમી સમુદાયના 10 ધારાસભ્યો છે, જેમાંથી સાત ભાજપના, બે કુકી પીપલ્સ એલાયન્સના અને એક અપક્ષ છે.
Back Pain ની બૂમો પાડ્યા વિના કરો આ 6 કામ, નવો રૂપિયો ખર્ચ્યા વિના થશે આરામ
વર્ષો જૂના Back Pain કહી દો ટાટા-બાય બાય, ડેલી ડાયેટ શરૂ કરો આ 5 વસ્તુઓ
શું ભાજપ સરકારને કોઈ ખતરો હશે?
જો કે, કેપીએના આ પગલાથી સરકારને કોઈ ખતરો ઉભો થવાની શક્યતા નથી. ભાજપ પાસે સૌથી વધુ 37 બેઠકો છે. આ સિવાય પાર્ટીને પાંચ NPF, સાત NPP ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. મણિપુરમાં કોંગ્રેસ પાસે પાંચ સીટ છે અને જેડીયુની એક સીટ વિપક્ષમાં છે.
ઘરમાં વપરાતા મચ્છર મારવાના આ મશીનની આડઅસર જાણશો તો ઘરની ઘા કરી દેશો, જાણો નુકસાન
Shukrawar Upay: આજે સૂર્યાસ્ત થતાં જ કરી લો આ કામ, લક્ષ્મીજી કૃપાથી બદલાશે તકદીર
હોમિયોપેથિક દવા લેવાની સાચી રીત કઈ છે?જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો નહી થાય કોઇ ફાયદો
મણિપુર હિંસામાં 160 થી વધુ લોકો માર્યા ગયા
મણિપુરમાં ગત 3 મેના રોજ, અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા માટે મેઇટી સમુદાયની માંગના વિરોધમાં આદિવાસી એકતા કૂચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં જાતિય હિંસામાં 160થી વધુ લોકોના મોત થયા છે.
પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે