મણિપુરઃ સેના પર ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 6 ઈજાગ્રસ્ત

મણિપુરમાં સેનાના જવાનો પર હુમલો થયો છે. આ હુમલામાં આસામ રાઇફલ્સના ત્રણ જવાનો શહીદ થયા છે જ્યારે છ જવાનોને ઈજા પહોંચી છે. 

મણિપુરઃ સેના પર ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 6 ઈજાગ્રસ્ત

ઇમ્ફાલઃ મણિપુરમાં સેનાના જવાનો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે તો 6 જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બુધવારે રાત્રે આશરે 1.15 કલાકે રાજધાની ઇમ્ફાલથી 95 કિલોમીટર દૂર પર ચંદેલ જિલ્લામાં થઈ છે. આ પહાડી વિસ્તાર છે. 

ભારત-મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદી સમૂહો વિરુદ્ધ ઓપરેશન દરમિયાન 4 આસામ રાઇફલ્સના ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. જવાનો પર ઘાત લગાવીને ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં છ જવાનોને ઈજા પણ પહોંચી છે. જેને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) July 30, 2020

સૂત્રોનું કહેવું છે કે મણિપુરના સ્થાનીક ઉગ્રવાદી સમૂહ પીપુલ્સ લિબરેશન આર્મીએ હુમલાને અંજામ આપ્યો છે. સેના તરફથી ઉગ્રવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ સાથે ભારત-મ્યાનમાર સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

રામ મંદિર ભૂમિ પૂજન પર આતંકી હુમલાનો ખતરો, હાઈ એલર્ટ પર ઉત્તર પ્રદેશ  

પાછલા વર્ષે નવેમ્બરમાં જ ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના કેમ્પ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. ઉગ્રવાદીઓએ સૈન્ય કેમ્પમાં બોમ્બ ફેંક્યા હતા. ત્યારબાદ ઉગ્રવાહી નજીકના પહાડોમાં ભાગી ગયા હતા. તે ઘટનામાં સેનાનો કોઈ જવાન ઈજાગ્રસ્ત થયો નહોતો.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news