UP: 20 રૂપિયા આપી બાળક સાથે ઓરલ સેક્સ કરવાના મામલે હાઈકોર્ટે દોષિતની ઘટાડી સજા, જાણો સમગ્ર મામલો

બાળક સાથે ઓરલ સેક્સના એક કેસમાં સુનાવણી કરતા અલાહાબાદ હાઈકોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો છે.

UP: 20 રૂપિયા આપી બાળક સાથે ઓરલ સેક્સ કરવાના મામલે હાઈકોર્ટે દોષિતની ઘટાડી સજા, જાણો સમગ્ર મામલો

અલાહાબાદ: બાળક સાથે ઓરલ સેક્સના એક કેસમાં સુનાવણી કરતા અલાહાબાદ હાઈકોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો છે અને આ અપરાધને 'ગંભીર યૌન હુમલો' માન્યો નથી. હાઈકોર્ટે બાળક સાથે ઓરલ સેક્સના એક કેસમાં નીચલી કોર્ટમાંથી મળેલી સજા વિરુદ્ધ સુનાવણી કરતા આરોપીની સજા ઘટાડી દીધી. 

શું છે આ સમગ્ર મામલો?
અત્રે જણાવવાનું કે ઝાંસીમાં રહેતા એક વ્યક્તિ પર 10 વર્ષના બાળકને 20 રૂપિયા આપીને ઓરલ સેક્સ કરવાનો આરોપ લાગ્યો હતો. બાળકના પિતાની ફરિયાદ પર એડિશનલ સેશન્સ જજ અને વિશેષ ન્યાયાધીશે પોક્સો અધિનિયમ હેઠળ આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને 10 વર્ષની સજા સંભળાવી હતી. 

POCSO એક્ટ હેઠળ દંડનીય અપરાધ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આ મામલે સુનાવણી કરતા અલાહાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) બાળક સાથે ઓરલ સેક્સને 'ગંભીર યૌન હુમલો' માનવાનો ઈન્કાર કરી દીધો અને સજાને 10 વર્ષથી ઘટાડીને 7 વર્ષ કરી દીધી. જો કે કોર્ટે આ પ્રકારના અપરાધને પોક્સો એક્ટની કમલ 4 હેઠળ દંડનીય ગણ્યો. 

હાઈકોર્ટે 10 વર્ષની સજા ઘટાડીને 7 વર્ષ કરી
અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે એક બાળક સાથે ઓરલ સેક્સ 'પેનેટ્રેટિવ યૌન હુમલા' ની શ્રેણીમાં આવે છે. જે યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ અધિનિયમ (પોક્સો)ની કલમ 4 હેઠળ દંડનીય છે. પરંતુ અધિનિયમની કલમ 6 હેઠળ નથી. આવામાં કોર્ટે સજા ઘટાડીને 10 વર્ષની જગ્યાએ 7 વર્ષ કરી નાખી. 

'સ્કિન ટુ સ્કિન ટચ સેક્સ્યુઅલ અસોલ્ટ' ઉપર પણ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
આ અગાઉ સુપ્રીમ કોર્ટે સ્કિન ટુ સ્કિન ટચ અંગે પણ બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદાને ફગાવ્યો હતો. જસ્ટિસ યુ યુ લલિતની અધ્યક્ષતાવાળી પેનલે હાઈકોર્ટના ચુકાદાને રદ કરતા કહ્યું કે કાયદાનો હેતુ અપરાધીને કાયદાની જાળમાંથી બચવાની પરવાનગી આપવાનો હોઈ શકે નહીં. અત્રે જણાવવાનું કે બોમ્બે હાઈકોર્ટે અગાઉ ચુકાદો આપતા કહ્યું હતું કે સગીરના આંતરિક અંગોને કપડાં  હટાવ્યા વગર સ્પર્શવા એ સેક્સ્યુઅલ અસોલ્ટ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news