ધોની-ચહલને પ્રાઇઝ મનીમાં મળ્યા 35-35 હજાર રૂપિયા, ગાવસ્કરે કહ્યું આ શર્મજનક

સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયાની તે વાત માટે ટીક્કા કરી કે તેણે ભારતીય ટીમના ઐતિહાસિક સિરીઝ વિજય બાદ પણ રોકડ પુરસ્કારની જાહેરાત ન કરી. 
 

ધોની-ચહલને પ્રાઇઝ મનીમાં મળ્યા 35-35 હજાર રૂપિયા, ગાવસ્કરે કહ્યું આ શર્મજનક

મેલબોર્નઃ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે યજમાન ઓસ્ટ્રેલિયાની તે વાત માટે ટિક્કા કરી કે બોર્ડે ભારતીય ટીમે ઐતિહાસિક સિરીઝ જીત્યા બાદ પણ કોઈ રોકડ પુરસ્કારની જાહેરાત ન કરી. તેમણે કહ્યું કે, ખેલાડી તે આવકના ભાગીદાર છે, જેને બનાવવામાં મદદ કરે છે. ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર પ્રથમવાર દ્વિપક્ષીય વનડે સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. મેન ઓફ ધ મેચ યુજવેન્દ્ર ચહલ અને મેન ઓફ ધ મેચ સિરીઝ મહેન્દ્ર સિંહ ધોનીને મેચ બાદ 500-500 ડોલર (આશરે 35-35 હજાર રૂપિયા) આપવામાં આવ્યા હતા. 

ખેલાડીઓએ આ ઈનામની રકમ દાનમાં આપી દીધી છે. ટીમના પૂર્વ બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે માત્ર વિજેતા ટ્રોફી આપી હતી. ગાવસ્કરે યજમાનોની ઓલચના કરી કે તેણે કોઈ રોકડ પુરસ્કાર ન આવ્યો. ગાવસ્કરે સોની સિક્સ પર કહ્યું, 500 ડોલર શું છે, આ શર્મજનક છે કે ટીમને માત્ર ટ્રોફી મળી છે. તે (આયોજક) પ્રસારણ અધિકારોથી કેટલી રમક કમાઈ છે. તે ખેલાડીઓને ઈનામમાં સારી રકમ કેમ આપી રહ્યાં નથી? આખરે ખેલાડીઓ જ રમતને આટલી રકમ (પ્રાયોજકો પાસેથી) અપાવે છે. 

ગાવસ્કરે કહ્યું, વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં અપાતી ઈનામી રકમને જુઓ. તમને જણાવી દઈએ કે ભારતે ચહલની ફિરકીના કમાલ બાદ મેચ ફિનિશર ધોની અને જાધવ વચ્ચે ચોથી વિકેટ માટે થયેલી 121 રનની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાને ત્રીજી અને અંતિમ વનડે મેચમાં 7 વિકેટે હરાવીને સિરીઝ 2-1થી જીતી હતી. ટેસ્ટ મેચોની સિરીઝ જીતીને ઈતિહાસ રચનારી ભારતીય ટીમે વનડેમાં પણ જીત મેળવી હતી. આ પહેલા ટી20 સિરીઝ 1-1થી બરોબર રહી હતી. 

તેમાં મેન ઓફ ધ સિરીઝ ધોની રહ્યો જેણે બીજી વનેડમાં અંતમાં સિક્સ ફટકારીને જીત અપાવી હતી. મેન ઓફ ધ મેચ ચહલ (42 રનમાં છ વિકેટ)ની ફિરકીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 230 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ ભારતે ચાર બોલ બાકી રાખીને લક્ષ્ય હાસિલ કરીને મેચ જીતી લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news