Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election) પર આમ તો આખા દેશની નજર ટકેલી છે પરંતુ બેઠક એવી છે જેની ખુબ ચર્ચા થઈ રહી છે. આ બેઠક છે નંદીગ્રામ. કારણ કે અહીંથી ટીએમસીના ચીફ મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમનો મુકાબલો ભાજપના સુવેન્દુ અધિકારી સાથે થશે. 

Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election) પર આમ તો આખા દેશની નજર ટકેલી છે પરંતુ બેઠક એવી છે જેની ખુબ ચર્ચા થઈ રહી છે. આ બેઠક છે નંદીગ્રામ. કારણ કે અહીંથી ટીએમસીના ચીફ મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમનો મુકાબલો ભાજપના સુવેન્દુ અધિકારી સાથે થશે. રાજકારણના કેટલાક જાણકારો મમતા બેનર્જીના નંદીગ્રામથી ચૂંટણી લડવાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે અનેક લોકો મમતા બેનર્જી (Mamata Banerjee) ના આ નિર્ણયને માસ્ટર સ્ટ્રોક ગણાવી રહ્યા છે. 

જાણો કેમ છે માસ્ટર સ્ટ્રોક?
નંદીગ્રામ (Nandigram) થી ચૂંટણી લડવાના નિર્ણયને મમતા બેનર્જી (Mamata Banerjee) નો માસ્ટરસ્ટ્રોક ગણાવવામાં આવી રહ્યો છે કારણ કે પોતાના આ નિર્ણયથી તેમણે ભાજપના હેવીવેઈટ સુવેન્દુ અધિકારીની અસરને સીમિત કરવાની કોશિશ કરી છે. જેનો ટીએમસીને ઘણો ફાયદો મળી શકે છે. અત્રે જણાવવાનું કે સુવેન્દુ અધિકારી ડાબેરી મોરચાની સરકાર દરમિયાન થયેલા નંદીગ્રામ આંદોલનથી ઓળખાય છે. મમતા બેનર્જીએ પણ તે આંદોલનથી રાજ્યના રાજકારણમાં પગ જમાવ્યા હતા. મમતા બેનર્જીના દબદબા પાછળ ત્યારે પણ સુવેન્દુ અધિકારી જ હતા. આવામાં સુવેન્દુ અધિકારીની અસર માત્ર નંદીગ્રામ જ નહીં પરંતુ આસપાસના જિલ્લાની 60થી વધુ બેઠકો પર છે. સુવેન્દુ અધિકારી પૂર્વ મેદિનીપુર, બાંકુરા, પુરુલિયા અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની 60થી વધુ બેઠકો પર 20-30 ટકા મતદારોને પ્રભાવત કરી શકે છે.

સુવેન્દુ અધિકારીને નંદીગ્રામની બહાર પણ ઉપયોગમાં લેવા ઈચ્છે છે ભાજપ
ભાજપની યોજના છે કે સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) ને નંદીગ્રામ સુધી જ સીમિત ન રાખવામાં આવે. એટલે ભાજપે સુવેન્દુ અધિકારીના ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય કર્યો છે. નંદીગ્રામમાં હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે. જો કે મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી  લડવાની જાહેરાત કરીને એક પ્રકારે સુવેન્દુ અધિકારીને નંદીગ્રામ સુધી જ સીમિત કરવાની યોજના બનાવી છે. 

સુવેન્દુ અધિકારીના ચૂંટણી નામાંકનમાં ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાન અને સ્મૃતિ ઈરાની પણ સામેલ થયા હતા. સુવેન્દુ અધિકારીને પણ પૂરેપૂરો વિશ્વાસ છે અને મમતા બેનર્જીને 50 હજાર મતોથી હરાવવાનો તેઓ દાવો પણ ઠોકી રહ્યા છે. જો કે નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવવા માટે સુવેન્દુ અધિકારીએ એડી ચોટીનું જોર અજમાવવું પડશે. અત્યાર સુધી તો સુવેન્દુ અધિકારીનું સંપૂર્ણ ફોકસ પણ નંદીગ્રામ પર જ જોવા મળી રહ્યું છે. આવામાં નંદીગ્રામથી ચૂંટણી લડવાનો મમતા બેનર્જીનો નિર્ણય ખુબ મહત્વનો સાબિત થઈ શકે છે. 

વ્હીલચેરથી મમતાનો પ્રચાર
ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એકવાર ફરીથી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આગામી ચાર દિવસ તેઓ વ્હીલચેરમાં બેસીને રેલીઓ કરશે. મમતા બેનર્જીની વ્હીલચેર રેલીની શરૂઆત નંદીગ્રામ દિવસના અવસરે આજે બપોરે ત્રણ વાગે કોલકાતામાં થશે. આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કરવાનો કાર્યક્રમ ટાળ્યો છે. મમતા બેનર્જી આજે કોલકાતામાં પોતાના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સાથે રેલીમાં ભાગ લેશે. મમતા બેનર્જીની વ્હીલચેર પર આ પહેલી રેલી છે અને કોલકાતામાં માયો રોડથી હાજરા મોડ સુધી રેલીમાં ભાગ લેશે. ત્યારબાદ આજે સાંજે દુર્ગાપુર જશે અને કાલે પુરુલિયામાં રેલી કરશે. ત્યારબાદ 16 માર્ચના રોજ ઝાડગ્રામ અને 17 માર્ચના રોજ બાંકુરામાં રેલીને સંબોધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news