મેક ઈન ઈન્ડિયાઃ દુનિયાભરમાં ભારતમાં બનેલા બુલેટપ્રૂફ જેકેટની જબરદસ્ત માગ

ભારતની માનક સંસ્થા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ(BSI) અનુસાર બુલેટપ્રૂફ જેકેટના ગ્રાહકોમાં યુરોપના દેશોનો સમાવેશ થાય છે. બીએસઆઈના ઉપનિર્દેશક રાજેશ બજાજે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, અમેરિકા, બ્રિટન અને જર્મની પછી ભારત ચોથો દેશ છે, જે રાષ્ટ્રીય ધોરણો અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે બુલેટપ્રુફ જેકેટ બનાવે છે

મેક ઈન ઈન્ડિયાઃ દુનિયાભરમાં ભારતમાં બનેલા બુલેટપ્રૂફ જેકેટની જબરદસ્ત માગ

નવી દિલ્હીઃ મોદી સરકારના 'મેક ઈન ઈન્ડીયા'(Make In India) કાર્યક્રમ અંતર્ગત હવે દેશમાં સૈન્યના ઉપયોગમાં આવેતા સંસાધનોનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. ભારતે સ્વદેશમાં નિર્મિત ટેન્ક, ડ્રોન, મિસાઈલ વગેરે તો બનાવી જ લીધા છે. હવે સૈનિકોના ઉપયોગમાં આવતા નાના-નાના ઉપકરણો અને સાધનો પણ બનાવાનું શરૂ કર્યું છે. સાથે જ તેની નિકાસ પણ શરૂ કરી છે. ભારતમાં બનાવવામાં આવેલા બુલેટ પ્રૂફ જેકેટ(Bullet Proof Jacket)ની હવે 100થી વધુ દેશોમાં માગ થવા લાગી છે. 

ભારતની માનક સંસ્થા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ(BSI) અનુસાર બુલેટપ્રૂફ જેકેટના ગ્રાહકોમાં યુરોપના દેશોનો સમાવેશ થાય છે. બીએસઆઈના ઉપનિર્દેશક રાજેશ બજાજે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, અમેરિકા, બ્રિટન અને જર્મની પછી ભારત ચોથો દેશ છે, જે રાષ્ટ્રીય ધોરણો અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે બુલેટપ્રુફ જેકેટ બનાવે છે. 

2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિ આયોગના નિર્દેશ પછી બીએસઆઈ દ્વારા બુલેટ પ્રુફ જેકેટ(Bullet Proof Jacket) માટે ધારા-ધોરણ તૈયાર કરવામાં આવ્યા હતા. ભારતમાં બનેલા આ જેકેટની વિશેષતા એ છે કે તે 360 ડિગ્રી સુરક્ષા માટે વખણાય છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news