મારી હત્યાનું હતું ષડયંત્ર, હાઇકોર્ટના જજ કરે હુમલાની તપાસ : સ્વામી અગ્નિવેશ

સ્વામી અગ્નિવેશ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો

મારી હત્યાનું હતું ષડયંત્ર, હાઇકોર્ટના જજ કરે હુમલાની તપાસ : સ્વામી અગ્નિવેશ

રાંચી : ઝારખંડના પાકુડમાં થયેલા હુમલા પછી રાંચી પહોંચેલા સ્વામી અગ્નિવેશે પોલીસ કાર્યવાહી પર મોટું પ્રશ્નાર્થચિન્હ લગાવી દીધું છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું છે કે હુમલાના આરોપીને ગણતરીમાં છોડી દેવાની સમગ્ર કાર્યવાહી ડ્રામા જેવી લાગે છે. તેમણે રાંચી હાઇકોર્ટના રિટાયર્ડ કે વર્તમાન જજ પાસે આ મામલાની તપાસ કરાવવાની માગણી કરી છે. 

સ્વામી અગ્નિવેશે રાંચીમાં કહ્યું છે કે આ એક જીવલેણ હુમલો હતો. મારી હત્યા પણ થઈ શકી હોત. મારા પર બહુ સમજીવિચારીને હુમલો કરવામાં આ્વ્યો હતો. તેમણે ઝારખંડના ડીઆઇજી દ્વારા આપવામાં આવેલા તપાસના આદેશ પર પણ શંકા વ્યક્ત કરી છે. 

— ANI (@ANI) July 18, 2018

પાકુડમાં સ્વામી અગ્નિવેશ પર હુમલાના મામલામાં પોલીસે છ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. સ્વામી અગ્નિવેશ સાથે થયેલી મારામારીની ફરિયાદ થયા પછી આરોપીઓની ધરપકડના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ હુમલા પછી સ્વામી અગ્નિવેશ રાંચી પહોંચી ગયા છે અને તેમને સરકાર તરફથી સુરક્ષા આપવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે સ્વામી અગ્નિવેશ પર હુમલાની તપાસ માટે એસઆઇટીનું ગઠન કર્યું છે. નોંધનીય છે કે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ પર સ્વામી અગ્નિવેશ સાથે મારામારી કરવાનો આરોપ છે. આ મામલે પોલીસના જવાબદાર અધિકારીઓએ નિવેદન આપ્યું છે કે જવાબદાર વ્યક્તિ્ઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે. આ સમગ્ર મામલે પાકુડના એસપી શૈલેન્દ્ર પ્રસાદ વર્ણવાલનું કહેવું છે કે સ્વામી અગ્નિવેશના કાર્યક્રમ વિશે કોઈ જાણકારી જિલ્લા પ્રશાસન અને જિલ્લા પોલીસ પાસે નહોતી. આરોપીઓની ઓળખ માટે સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરાઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news