કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક : દિલ્હીમાં મહિલાઓ મેટ્રો અને બસમાં મફતમાં કરી શકશે પ્રવાસ

દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે મોટી જાહેરાત કરી છે

કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક : દિલ્હીમાં મહિલાઓ મેટ્રો અને બસમાં મફતમાં કરી શકશે પ્રવાસ

નવી દિલ્હી : દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મહિલાઓ માટે મેટ્રો અને ડીટીસી બસમાં ફ્રી પ્રવાસની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરી ઈછે. 

અરવિંદ કેજરીવાલે કહ્યું છેકે દિલ્હીમાં મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવે છે અને એટલે બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. દિલ્હી સરકારે દિલ્હી મેટ્રો અને ડીટીસી બસમાં મહિલાઓને ભાડામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે જેના કારણે સાર્વજનિક પરિવહનનો વપરાશ કરવા માટે પ્રોત્સાહન મળશે. મહિલાઓના ફ્રી પ્રવાસને કારણે ડીએમઆરસીને જે નુકસાન થશે એને દિલ્હી સરકાર ભરપાઈ કરશે. 

— ANI (@ANI) June 3, 2019

— ANI (@ANI) June 3, 2019

નોંધનીય છે કે બસ અને મેટ્રોમાં કુલ પ્રવાસીઓમાં 33 ટકા મહિલાઓ હોય છે. એક અનુમાન પ્રમાણે મેટ્રોમાં મહિલાઓના મફત પ્રવાસથી દર વર્ષે લગભગ એક હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે અને બસોમાં મફત પ્રવાસને પગલે સરકાર પર 200 કરોડ રૂપિયાનો વધારે બોજ પડશે. આમ, મેટ્રો અને બસમાં મહિલામાં મફતમાં પ્રવાસ કરવાની સુવિધા આપવાથી સરકાર પર વર્ષે લગભગ 1200 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. દિલ્હી સરકારે આ યોજના લાગુ કરતા પહેલાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ યોજના અમલમાં મુકવા માટે ફ્રી બસ પાસ કે પછી અન્ય વિકલ્પ વિશે વિચારવામાં આવશે. 

કેજરીવાલે મહિલાઓની સુરક્ષા માટે 2 મોટા નિર્ણય લીધા છે. તેઓ છેલ્લા અઢી વર્ષથી સીસીટીવીનું મોટું નેટવર્ક લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા દોઢ લાખ સીસીટીવી લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલનો દાવો છે કે 8 જૂનથી કેમેરા લાગવાની શરૂઆત થઈ જશે અને ડિસેમ્બર સુધી આ કામ આટોપી લેવાશે એવી આશા છે. 

આ સિવાય મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો કે દિલ્હી સરકારની સલાહ લીધા વગર દિલ્હી વિદ્યુત વિનિયામક પંચ (ડીઇઆરસી)એ ગત્ત વર્ષે વિદ્યુત શુલ્કનો ફિક્સ્ડ ચાર્જ વધારી દીધો હતો. તેમણે કહ્યું કે, આવતા મહિને આ નવો શુલ્ક નિર્ધારિત કરવામાં આવશે. અમે ડીઇઆરસી ફિક્સ્ડ ચાર્જને પહેલાના સ્તર પર લાવવા માટે જણાવ્યું છે અને તેના પર તેઓ તૈયાર થવાની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news