'મસ્જિદમાં નમાજ પઢવી એ ઈસ્લામનો અભિન્ન અંગ નથી', જાણો સુપ્રીમના ચુકાદાની મહત્વની વાતો

: અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદ સંલગ્ન એક મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો.

'મસ્જિદમાં નમાજ પઢવી એ ઈસ્લામનો અભિન્ન અંગ નથી', જાણો સુપ્રીમના ચુકાદાની મહત્વની વાતો

નવી દિલ્હી: અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદ સંલગ્ન એક મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. 3 જજોની પેનલમાંથી સૌથી પહેલા બે જજો ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તથા જસ્ટિસ અશોક ભૂષણે સયુંક્ત ફેસલો સંભળાવ્યો. ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ભૂષણ બાદ જસ્ટિસ અબ્દુલ નજીરે અલગથી ચુકાદો સંભળાવ્યો. રામ જન્મ ભૂમિ બાબરી મસ્જિદના માલિકી હક વિવાદ પર સુપ્રીમ કોર્ટના 1994ના ચુકાદા પર મોટી પીઠ દ્વારા પુર્નવિચાર કરવાની માગણીને લઈને દાખલ થયેલી અરજીઓ પર આજે આવેલા ચુકાદાની મુખ્ય વાતો અહીં જાણો.

1. જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે જૂનો ચુકાદો તે સમયના તથ્યોના આધારે હતો. ઈસ્માઈલ ફારુકીનો ચુકાદો મસ્જિદની જમીન મામલે હતો.

2. જસ્ટિસ ભૂષણે કહ્યું કે ચુકાદામાં બે મત, એક મારો અને એક ચીફ જસ્ટિસનો અને બીજો જસ્ટિસ નઝીરનો. મસ્જિદમાં નમાજ પઢવી એ ઈસ્લામનો અતૂટ ભાગ નથી. સમગ્ર મામલાને મોટી બેન્ચ સમક્ષ મોકલવામાં આવશે નહીં. 

3. આખા મામલાને મોટી બેન્ચ પાસે મોકલાશે નહીં. ઈસ્માઈલ ફારુકીના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂર નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે 29  ઓક્ટોબરથી રામ મંદિર મામલે ફરીથી સુનાવણી શરૂ થશે. 

4. જસ્ટિસ નજીરે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ મામલો મોટી બેન્ચ સમક્ષ મોકલવો જોઈએ. 

5. સુપ્રીમ કોર્ટે એ નિર્ણય લેવાનો હતો કે મસ્જિદમાં નમાજ પઢવી ઈસ્લામમાં અનિવાર્ય ભાગ છે કે નહીં અને શું આ મામલાને મોટી બંધારણીય બેંચને મોકલવામાં આવે કે નહીં. 

6. જસ્ટિસ ભૂષણે કહ્યું કે તમામ ધર્મો અને ધાર્મિક સ્થાનોને સમાન રીતે સન્માન આપવાની જરૂર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news