Maharashtra: ઉદ્ધવ ઠાકરેને એવી તે કઈ ભૂલ ભારે પડી કે SC એ કહ્યું- પહેલા જેવી સ્થિતિ બહાલ કરી શકાય નહીં

Uddhav Thackeray News: સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે ગત વર્ષ 30 જૂનના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બોલાવવા યોગ્ય નહતું

Maharashtra: ઉદ્ધવ ઠાકરેને એવી તે કઈ ભૂલ ભારે પડી કે SC એ કહ્યું- પહેલા જેવી સ્થિતિ બહાલ કરી શકાય નહીં

Uddhav Thackeray News: સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે ગત વર્ષ 30 જૂનના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બોલાવવા યોગ્ય નહતું. જો કે કોર્ટે પહેલાની સ્થિતિને બહાલ કરવાની ના પાડી દેતા કહ્યું કે ઠાકરેએ શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી દીધુ હતું. 

મહારાષ્ટ્રમાં ગત વર્ષ શિવસેનાના એકનાથ શિંદે જૂથના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પડવા અને સામે આવેલા રાજકીયસંકટ સંલગ્ન કેટલીક અરજીઓ પર સર્વસંમતિથી પોતાના ચુકાદામાં પાંચ જજની બંધારણીય પેનલે કહ્યું કે શિંદે જૂથના ભરત ગોગાવાલેને શિવસેનાના વ્હીપ નિયુક્ત કરવાનો વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય અયોગ્ય હતો. 

શિંદેને આમંત્રીને રાજ્યપાલે યોગ્ય  કર્યું
ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પેનલે કહ્યું કે ઠાકરેએ વિશ્વાસ મતનો સામનો કર્યા પહેલા જ રાજીનામું આપ્યું હતું એટલે રાજ્યપાલે સદનમાં સૌથી મોટા પક્ષ ભારતીય જનતા પાર્ટીના કહેવા પર સરકાર બનાવવા માટે શિંદેને આમંત્રણ આપીને યોગ્ય કર્યું. 

પેનલમાં ન્યાયમૂર્તિ એમ આર શાહ, ન્યાયમૂર્તિ કૃષ્ણ મૂરારી, ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યાયમૂર્તિ પી એસ નરસિંહા સામેલ હતા. તેમણે કહ્યું કે સદનમાં બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલનું ઠાકરેને બોલાવવું યોગ્ય નહતું કારણ કે તેમની પાસે હાજર સામગ્રીથી તે નિષ્કર્ષ પર પહોંચવાનું કોઈ કારણ નહતું કે ઠાકરે સદનમાં બહુમત ગુમાવી ચુક્યા છે. 

પૂર્વ સ્થિતિ બહાલ થઈ શકે નહીં
પીઠે કહ્યું કે જો કે પૂર્વ સ્થિતિ બહાલ થઈ શકે નહીં કારણ કે ઠાકરેએ વિશ્વાસ મતનો સામનો કર્યો નથી અને રાજીનામું આપી દીધુ હતું. આથી રાજ્યપાલનું સદનમાં સૌથી મોટા પક્ષ ભાજપના કહેવા પર સરકાર બનાવવા માટે શિંદેને આમંત્રણ આપવાનો નિર્ણય યોગ્ય હતો. 

સુપ્રીમ કોર્ટે વિધાયકોને અયોગ્ય જાહર કરવા મામલે વિધાનસભા અધ્યક્ષના અધિકારો સંલગ્ન પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠના 2016ના નબામ રેબિયા નિર્ણયને સાત ન્યાયધીશોની મોટી બેન્ચને મોકલી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news