Maharashtra: નશો કરવા માટે હેન્ડ સેનેટાઇઝર પી લેતા સાત લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉન લાગૂ છે. ત્યારે દારૂની દુકાનો બંધ હોવાને કારણે સાત લોકોએ મળી હેન્ડ સેનેટાઇઝર પી લીધુ. બાદમાં સારવાર દરમિયાન તમામના મોત થયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણને કારણે મહારાષ્ટ્રમાં લૉકડાઉન (Lockdown in Maharashtra) છે. જરૂરી સેવાઓને છોડી તમામ દુકાનો બંધ છે. દારૂની દુકાનો પણ બંધ છે. આ વચ્ચે ઘણા લોકો એવા છે જેને કોઈપણ સ્થિતિમાં દારૂ પીવો છે. તેને દારૂની ટેવ છે. મહારાષ્ટ્રમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂ ન મળવા પર નશા માટે સાત લોકોએ હેન્ડ સેનેટાઇઝર પી લીધુ, ત્યારબાદ જે થયું બધાના હોશ ઉડી ગયા.
ઘટના મહારાષ્ટ્રના યવતમાલ વાણીની છે. અહીં લૉકડાઉનને કારણે દારૂની દુકાનો બંદ છે. તેવામાં અહીં રહેતા સાત લોકોને દારૂ મળી શક્યો નહીં. નશો કરવા માટે આ લોકોએ મેડિકલ સ્ટોરમાંથી હેન્ડ સેનેટાઇઝર ખરીદ્યુ અને પી લીધુ. તેને લાગ્યું કે, સેનેટાઇઝરમાં આલ્કોહોલ હોવાની વાત કહેવામાં આવે છે, જેથી નશો થઈ જશે. પરંતુ તેમ થયું નહીં.
Maharashtra: Seven people died in Yavatmal's Wani after consuming hand sanitiser as the liquor shops were closed. Police say, "Matter is being investigated. All of them were labourers. They consumed hand sanitiser when they couldn't get alcohol." pic.twitter.com/Asv8e8f3FX
— ANI (@ANI) April 24, 2021
હેન્ડ સેનેટાઇઝર પીવાને કારણે તેની સ્થિતિ બગડી ગઈ અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સાતેયના મોત થયા છે. પોલીસે જણાવ્યુ કે, આ બધા લેબર છે. દારૂ ન મળવા પર હેન્ડ સેનેટાઇઝર પી લીધુ. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રથમવાર નથી કે આવી ઘટના સામે આવી છે. આ પહેલા પણ ત્રણ ભાઈઓએ હેન્ડ સેનેટાઇઝર પી લીધુ હતું. આ ત્રણેય પણ દારૂ ન મળવાને કારણે પરેશાન હતા. તે ત્રણેય ભાઈઓ પણ પાંચ લીટર સેનેટાઇઝર લાવ્યા અને પી ગયા. બાદમાં ત્રણેયના મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે