Corona: મહારાષ્ટ્રમાં તૂટ્યો રેકોર્ડ, નવા 23,179 કેસ, 2021માં એક દિવસમાં સૌથી મોટો આંકડો

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 23,179 લોકો પોઝિટિવ આવ્યા અને 84 લોકોના મૃત્યુ થયા છે. આજે 9138 લોકો સારવાર બાદ સાજા થયા છે. 

Corona: મહારાષ્ટ્રમાં તૂટ્યો રેકોર્ડ, નવા 23,179 કેસ, 2021માં એક દિવસમાં સૌથી મોટો આંકડો

મુંબઈઃ મહારાષ્ટ્રને કોરોનાનો સૌથી વધુ માર પડ્યો છે. આજે રાજ્યમાં વર્ષ 2021ના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 23,179 લોકો પોઝિટિવ આવ્યા અને 84 લોકોના મૃત્યુ થયા છે. આજે 9138 લોકો સારવાર બાદ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 91.26 ટકા છે. હાલ 6,71,620 લોકો હોમ ક્વોરેન્ટીન છે. રાજ્યમાં 1 લાખ 52 હજાર 760 એક્ટિવ કેસ છે. 

મહારાષ્ટ્રમાં ફરી ડરાવી રહ્યો છે કોરોના
મહારાષ્ટ્રમાં નવા કેસની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ વધવાને કારણે અનેક શહેરોમાં લૉકડાઉન અને કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 23 લાખ 70 હજાર 507 થઈ ગઈ છે. તો કોરોનાથી અત્યાર સુધી 53080 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આજે કોરોનાના 3370 કેસ સામે આવ્યા છે અને 16 લોકોના મૃત્યુ થયા છે. કુલ કેસ 1,78,756 થઈ ગયા છે. 

Total cases: 23,70,507
Total discharges: 21,63,391
Active cases: 1,52,760
Death toll: 53,080 pic.twitter.com/exO3la7Kkf

— ANI (@ANI) March 17, 2021

દિલ્હીમાં પણ વધી રહ્યાં છે કેસ
દિલ્હીમાં કોરોનાને કારણે ફરી સ્થિતિ બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 536 નવા કેસ સામે આવ્યા છે અને ત્રણ લોકોના મૃત્યુ થયા છે. એટલે કે આજે બુધવારે 1 જાન્યુઆરી બાદ સૌથી વધુ કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ વધીને 2702 પર પહોંચી ગયા છે. હાલ હોમ આઇસોલેશનમાં 1438 દર્દીઓની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધી  6,45,025 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોવિડને કારણે 10948 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news