NCP ના અસલ બોસ કોણ? આજે થઈ જશે નક્કી, શરદ પવાર અને અજિત પવારે બોલાવી બેઠક

Sharad Pawar and Ajit Pawar meeting: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ચાલી રહેલા જૂથબંધીને લઈને આજનો દિવસ ખુબ મહત્વનો છે. મહારાષ્ટ્રમાં બે અલગ અલગ જૂથોમાં વહેંચાયેલી એનસીપીના સંસ્થાપક શરદ પવાર અને ડેપ્યુટી સીએમ બનેલા તેમના જ ભત્રીજા અજિત પવારના જૂથોએ આજે અલગ અલગ બેઠકો બોલાવી છે.

NCP ના અસલ બોસ કોણ? આજે થઈ જશે નક્કી, શરદ પવાર અને અજિત પવારે બોલાવી બેઠક

Sharad Pawar and Ajit Pawar meeting: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ચાલી રહેલા જૂથબંધીને લઈને આજનો દિવસ ખુબ મહત્વનો છે. મહારાષ્ટ્રમાં બે અલગ અલગ જૂથોમાં વહેંચાયેલી એનસીપીના સંસ્થાપક શરદ પવાર અને ડેપ્યુટી સીએમ બનેલા તેમના જ ભત્રીજા અજિત પવારના જૂથોએ આજે અલગ અલગ બેઠકો બોલાવી છે. શરદ પવારે પાર્ટીના તમામ પ્રતિનિધિઓને બપોરે એક વાગે  બેઠકમાં સામેલ થવા માટે જણાવ્યું છે. જ્યારે અજિત પવાર તરફથી NCP ના તમામ સાંસદો, વિધાયકો અને MLC, જિલ્લા પ્રમુખ અને અન્ય સભ્યોને બેઠકમાં સામેલ થવાનું કહેવાયું છે. અજિત પવાર જૂથની બેઠક સવારે 11 વાગે થશે. બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આજે સાંજે 7 વાગે પાર્ટી વિધાયકો અને સાંસદોની એક બેઠક બોલાવી છે. 

બેઠક બાદ નક્કી થશે કોનામાં છે દમ?
શરદ પવાર અને અજિત પવારની આજે થનારી બેઠકની સાથે જ એ સ્પષ્ટ થઈ જશે કે કોનામાં કેટલો દમ છે. અજિત પવારે દાવો કર્યો હતો કે તેમની પાસે 42 વિધાયકોનું સમર્થન છે અને પાર્ટીના નામ પર અને સિંબોલ પર તેઓ પોતાનો દાવો કરશે. જ્યારે શરદ પવારે કહ્યું હતું કે તેઓ પાર્ટીને ફરીથી ઊભી  કરશે. 

મહારાષ્ટ્રમાં અજિત પવારના શિંદે સરકારમાં સામેલ થવા અને ડેપ્યુટી સીએમ બન્યા બાદ તેમનું સમર્થન કરનારા ધારાસભ્યોના સટીક આંકડા અંગે અસમંજસની સ્થિતિ છે. જેને લઈને આજે તસવીર સ્પષ્ટ થઈ શકે છે. શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીના જૂથમાં કેટલા ધારાસભ્યો છે તે આજે ખબર પડી જશે. શરદ પવારે આજે બપોરે 1 વાગે દક્ષિણ મુંબઈના વાય બી ચૌહાણ સેન્ટર પર વિધાયકો, સાંસદો અને પાર્ટીના પદાધિકારીઓની બેઠક બોલાવી છે. જ્યારે અજિત પવાર જૂથ સવારે 11 વાગે બાંદ્રામાં મુંબઈ એજ્યુકેશન ટ્રસ્ટમાં બેઠક કરશે. 

8 વિધાયકોએ અજિત પવાર સાથે લીધા હતા શપથ
એક જુલાઈના રોજ અજિત પવારની સાથે આઠ એનસીપી ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. તે સમયે દાવો કરાયો હતો કે 40 વિધાયકો અજિત પવારનું સમર્થન કરી રહ્યા છે. જ્યારે મંગળવારે પણ અજિત પવાર જૂથે 40થી વધુ વિધાયકોના સમર્થનનો દાવો કર્યો હતો. આ બધા વચ્ચે શરદ પવાર જૂથના જિતેન્દ્ર આવ્હાડે અજિત પવાર પર નિશાન સાંધતા કહ્યું કે જે પદ પર અજિત પવારે હાથ મૂક્યો તે તેમને અપાયું, તેઓ એ વાતથી પણ ઈન્કાર કરી શકે નહીં. 

અજિત પવાર જૂથના અમોલ કોલ્હેએ શરદ પવારનું કર્યું સમર્થન
બીજી બાજુ એનસીપીના સાંસદ અમોલ કોલ્હેએ શરદ પવારને મળીને સાંસદ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વાત જાણે એમ છે કે અમોલ કોલ્હે અજિત પવાર જૂથમાં સામેલ થયા હતા પરંતુ ત્યારબાદ ટ્વીટ કરીને તેઓ શરદ પવાર પાસે આવી ગયા હતા. અમોલ કોલ્હેએ એક પત્ર લખીને શરદ પવારને હાલના રાજકીય માહોલને જોતા રાજીનામું આપવાની વાત કરી છે. 

કાકા ભત્રીજાનું શક્તિ પ્રદર્શન
આ અગાઉ મંગળવારે પણ આખો દિવસ બેઠકોનો દોર ચાલુ રહ્યો. પરંતુ કાકા ભત્રીજાની આ લડાઈમાં અસલ વિજેતા કોણ બને છે તે આજની બેઠક બાદ જ ખબર પડી શકશે. કારણ કે સાચા અર્થમાં આજે મહારાષ્ટ્રના રાજકારણનું અસલ શક્તિ પ્રદર્શન થશે. જેમાં પવાર ફેમિલીના બે દિગ્ગજ પોતાનો પાવર ટેસ્ટ કરશે. આ બેઠકમાં જ એ સ્પષ્ટ થઈ જશે કે એનસીપીના કયા નેતા કોની સાથે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news