આ રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ
આ રાજ્યોમાં એકંદરે 82 ટકાથી પણ વધારે કેસ નોંધાયાં છે. છેલ્લા 24 કલાકમાં 18,327 નવા કેસ નોંધવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર (Maharashtra) માં સૌથી વધારે 10,216 દૈનિક કેસની સંખ્યા નોંધવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra), કેરળ (keral), પંજાબ (punjab), કર્ણાટક અને તમિલનાડુ (Tamilnadu) માં કોવિડ (Covid 19) ના નવા કેસ (New Case) ની સંખ્યામાં દૈનિક વધારો નોંધાવવાનું ચાલું રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસમાંથી આ રાજ્યોમાં એકંદરે 82 ટકાથી પણ વધારે કેસ નોંધાયાં છે. છેલ્લા 24 કલાકમાં 18,327 નવા કેસ નોંધવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર (Maharashtra) માં સૌથી વધારે 10,216 દૈનિક કેસની સંખ્યા નોંધવામાં આવી હતી. જ્યારે 2,776 કેસ સાથે કેરળ (Keral) મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને હતું. પંજાબમાં પણ કોવિડના 808 નવા કેસ નોંધાયાં હતા.
ભારત (India) માં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,80,304 નોંધાઇ છે. દેશમાં અત્યારે નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા 1.61% છે. બીજી તરફ, 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો 1,000 કરતાં પણ ઓછા સક્રિય કેસ ધરાવે છે. અરૂણાચલ પ્રદેશમાં માત્ર 3 સક્રિય કેસ નોંધાયાં છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલા તફાવત દર્શાવે છે. બીજી તરફ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત અને હરિયાણા આ જ સમયગાળા દરમિયાન સક્રિય કેસમાં વધારો દર્શાવે છે.
13મી ફેબ્રુઆરી, 2021ના રોજ કોવિડ19 રસીકરણનો બીજો ડોઝ તેવા લાભાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યો હતો જેમને 1લો ડોઝ મળ્યાં બાદ 28 દિવસનો સમયગાળો પૂર્ણ થઇ ગયો છે. 2જી ફેબ્રુઆરી, 2021ના રોજ પ્રથમ હરોળના કાર્યકર્તાઓ (FLWs)નું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
કોવિડ-19 રસીકરણનો આગામી તબક્કો 1લી માર્ચ, 2021ના રોજથી તેવા લોકો માટે શરૂ કરવામાં આવ્યો હતો જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે અથવા તેવા લોકો જેમની ઉંમર 45 વર્ષથી વધારે હોય અને નિયત કરવામાં આવેલી સહબિમારી ધરાવતાં હોય.
આજે સવારે 7 વાગે પૂરા પાડવામાં આવેલા કામચલાઉ અહેવાલ અનુસાર 3,57,478 સત્રો થકી 1.94 કરોડ (1,94,97,704) રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. તેમાં 69,15,661 HCWs (1લો ડોઝ), 33,56,830 HCWs (2જો ડોઝ), 63,55,989 FLWs (1લો ડોઝ) અને 1,44,191 FLWs (2જો ડોઝ), 45 વર્ષથી વધારે ઉંમર ધરાવતાં અને નિયત કરેલી સહબિમારી ધરાવતાં 3,46,758 લાભાર્થીઓ (1લો ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં 23,78,275 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
ગઇકાલે રસીકરણ કવાયતના 49મા દિવસે (5 માર્ચ 2021) સમગ્ર દેશમાં રસીના કુલ 14,92,201 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 18,333 સત્રોનું આયોજન કરીને 11,99,848 લાભાર્થીઓને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) તેમજ 2,92,353 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 108 મૃત્યુ નોંધવામાં આવ્યાં છે.
નવા મૃત્યુમાં 85.2% જેટલા મૃત્યુ છ રાજ્યોમાંથી નોંધવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં મહત્તમ 33 લોકોના મૃત્યુ નોંધાયાં છે. જ્યારે કેરળમાં 16 મૃત્યુ અને પંજાબમાં 11 મૃત્યુ નોંધવામાં આવ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 સંબંધિત એકપણ મૃત્યુ નોંધવામાં આવ્યાં નથી. તેમાં ગુજરાત, પશ્ચિમબંગાળ, ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, લક્ષદ્રિપ, પુડુચેરી, આસામ, સિક્કિમ, મણિપુર, લદ્દાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, આંદામાન અને નિકોબાર દ્રિપસમૂહો અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે