Maharashtra News: મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી
Maharashtra News Live Update: મહારાષ્ટ્રમાં ડગલે ને પગલે રાજકીય ઘટનાક્રમમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યાં છે. આ બધા વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કેન્દ્ર પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી દીધી છે. રાજભવન દ્વારા આ ખબરને સમર્થન આપતી એક પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી. રાજભવન દ્વારા કહેવાયું કે મહારાષ્ટ્રમાં બંધારણ મુજબ સરકાર ચાલી શકે તેમ નથી આથી રાજ્યપાલે રિપોર્ટમાં રાજ્યમાં કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) લાગુ કરવાની ભલામણ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. આ બધા વચ્ચે શિવસેના રાષ્ટ્રપતિ શાસનની ભલામણ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં ડગલે ને પગલે રાજકીય ઘટનાક્રમમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યાં છે. શિવસેના કોંગ્રેસ અને એનસીપી વચ્ચે કોઇ સમાધાન સધાઇ શક્યું નથી આ સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન લાગું કરી દેવાયું છે. રાષ્ટ્રપતિ દ્વારા આ મામલે મહોર મારી છે. તમને જણાવી દઇએ કે આજે બપોરે રાજ્યપાલ દ્વારા અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવી હતી.
રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કેન્દ્ર પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી દીધી હતી. રાજભવન દ્વારા આ ખબરને સમર્થન આપતી એક પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી. રાજભવન દ્વારા કહેવાયું કે મહારાષ્ટ્રમાં બંધારણ મુજબ સરકાર ચાલી શકે તેમ નથી આથી રાજ્યપાલે રિપોર્ટમાં રાજ્યમાં કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) લાગુ કરવાની ભલામણ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. આ બધા વચ્ચે શિવસેના રાષ્ટ્રપતિ શાસનની ભલામણ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
Shiv Sena files petition in Supreme Court challenging Maharashtra Governor's decision to not extend the time given to the party to prove their ability to form government. Advocate Sunil Fernandez has filed the plea for Shiv Sena. pic.twitter.com/vVbZqCdtH5
— ANI (@ANI) November 12, 2019
અત્રે જણાવવાનું કે અગાઉ સૂત્રો દ્વારા એવા અહેવાલ આવ્યાં હતાં કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે રાજ્યપાલે ભલામણ કરી છે અને કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી પણ આપી દીધી છે. પીએમ મોદી આજે બ્રિક્સ મીટિંગમાં ભાગ લેવા માટે બ્રાઝિલ રવાના થયા છે. જો કે બ્રાઝિલ જતા પહેલા તેમણે તાબડતોબ કેન્દ્રીય કેબિનેટની એક બેઠક તેમના નિવાસ સ્થાને બોલાવી હતી.
Raj Bhavan: Governor of Maharashtra Bhagat Singh Koshyari having been satisfied that as Govt of Maharashtra cannot be carried on in accordance with the Constitution, has today submitted a report as contemplated by the provisions of Article 356 of Constitution (President's Rule). pic.twitter.com/ThaRzbZT2N
— ANI (@ANI) November 12, 2019
નોંધનીય છે કે રાજ્યપાલે સૌથી પહેલા મોટી પાર્ટી બનીને ઉભરી આવેલી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ ભાજપે બહુમત ન મેળવી શકવાનું કારણ આગળ ધરીને સરકાર બનાવવાની ના પાડી દીધી. ત્યારબાદ બીજા નંબરની પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રમ અપાયું હતું. આ માટે તેમને એક દિવસનો સમય આપ્યો હતો. શિવસેના પણ સરકાર ન બનાવી શકવાની સ્થિતિમાં સોમવારે રાજ્યપાલે ત્રીજા સૌથી મોટા પક્ષ એનસીપીને તક આપી હતી. એનસીપીને મળેલી આ સમયમર્યાદા આજે 8:30 વાગે રાતે સમાપ્ત થાય છે. જો કે એનસીપી તરફથી હજુ પણ સરકાર બનાવવા માટે કોઈ દાવો કરવામાં આવ્યો નથી.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને એનસીપીએ પણ આજે વિધાયકોની એક બેઠક કરી. આ બેઠક પૂરી થયા બાદ નેતા નવાબ મલિકે બેઠકની વિગતો પત્રકારોને આપી હતી. તેમણે કહ્યું કે આ અંગે નિર્ણય લેવાનો અધિકાર શરદ પવારને આપવામાં આવ્યો છે. જો કે તેમણે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણોના અહેવાલો અંગે તેમણે એવો પણ દાવો કરતા કહ્યું હતું કે આવા અહેવાલ પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે આ અંગે રાજભવને ખુલાસો કરતા કહ્યું કે રાજ્યપાલ તરફથી આવી કોઈ ભલામણ કરાઈ નથી.
જુઓ LIVE TV
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે એનસીપી વિધાયક દળની બેઠક આજે યોજાઈ જેમાં 54 ધારાસભ્યો હાજર રહ્યાં. એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો જે મુજબ નિર્ણય લેવાનો અધિકાર શરદ પવારને આપવામાં આવ્યો જેમણે એક સમિતિ બનાવીને તેના પર નિર્ણય લેવાની વાત કરી છે. કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ મુંબઈ આવી રહ્યાં છે. 5 વાગે કોંગ્રેસ સાથે બેઠક કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
નવાબ મલિકે કહ્યું કે ત્રણેય પાર્ટીઓના સાથ વગર સરકાર બની શકે તેમ નથી. પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે જો ત્રણેય પાર્ટીઓ સરકાર બનાવવા માંગે છે, બધા લોકો જ્યાં સુધી સત્તામાં સહભાગી નહીં થાય ત્યાં સુધી મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બની શકે નહીં. તેમણે એવો દાવો પણ કર્યો કે રાજ ભવનથી એવો ખુલાસો આવ્યો છે કે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કે નિર્ણય હજુ સુધી લેવાયો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે