શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. ચૂંટણી પરિણામમાં મહાયુતિને ભારે બહુમતી મળી હતી પરંતુ આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે માહિતી મળી છે કે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત 4 ડિસેમ્બરે થશે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ આવ્યું તેને 10 દિવસનો સમય થઈ ગયો છે... અને સરકારની રચના તો છોડો, મુખ્યમંત્રી કોણ બનશે તેની જાહેરાત પણ થઈ શકી નહીં... મુંબઈથી દિલ્લી સુધી મેરેથોન બેઠકના દોર પછી એ વાત નક્કી છે કે મુખ્યમંત્રી ભાજપનો જ બનશે પરંતુ તે કોણ હશે?... ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં આખરે શું રંધાઈ રહ્યું છે?... જોઈશું આ અહેવાલમાં.
જી હા, દરેક વ્યક્તિના મનમાં અત્યારે આ સવાલ થઈ રહ્યો છે... મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામને આજથી બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે... જોકે હજુ સુધી સરકાર રચવાની વાત તો છોડો મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત થઈ શકી નથી... તેની વચ્ચે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એકવાર બોલ ભાજપની પાસે ફેંકી દીધો છે...
એકનાથ શિંદેએ સ્પષ્ટ કહી દીધું છે... અજીત પવારે કહી દીધું છેકે ભાજપનો મુખ્યમંત્રી બનશે... તો પછી મહારાષ્ટ્રમાં શું રંધાઈ રહ્યું છે?... એવી માહિતી સામે આવી રહી છે કે મંત્રીમંડળમાં પોર્ટફોલિયોના કારણે સરકાર બનાવવામાં મોડું થઈ રહ્યું છે... મુંબઈમાં શુક્રવારે મહાયુતિની બેઠક યોજાવાની હતી... પરંતુ શિંદે અચાનક પોતાના ગામડે જતાં રહ્યા... હવે તે પાછા આવી ગયા છે પરંતુ બીમારીના કારણે તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે... તેની વચ્ચે શિવસેનાના સાંસદે ફરી એકવાર કહ્યું કે અમારું ભાજપના મુખ્યમંત્રીને સંપૂર્ણ સમર્થન છે.
મહાયુતિને જનતાનો પ્રચંડ જનાદેશ મળ્યો છે... તેમ છતાં સરકારની રચના પાછળ ક્યાંક શિંદે તો અડચણ નથી બની ગયાને તેવો સવાલ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે... કેમ કે..શિંદે દાવો કરી રહ્યા છે કે મહાયુતિ એક છે...
તો પછી મુખ્યમંત્રીની જાહેરાતમાં કેમ મોડું થઈ રહ્યું છે.
શિંદેનો દાવો છે કે મંત્રાલયો પર ચર્ચા થઈ રહી છે. જ્યારે ગૃહ વિભાગને લઈને શિંદે મક્કમ બન્યા છે.. શિંદેનો દાવો છે કે પીએમ મોદી-અમિત શાહનો નિર્ણય મંજૂર છે.શિવસેના સરકારમાં 12 મંત્રી પદની ડિમાન્ડ કરી રહી છે.
એકનાથ શિંદે વાત કહી રહ્યા છે કે ઓલ ઈઝ વેલ... પરંતુ શું અંદરખાને બધું બરોબર છે કે પછી ઘણું બધું બાકી છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે