ગ્રેજ્યુએશન પછી શું કરી રહ્યા છે સિંધિયા પરિવારના યુવરાજ? જાણો પ્રધાનમંત્રી મોદીને મળ્યા પછી આપ્યો શું સંદેશ
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના એકમાત્ર પુત્ર મહાઆર્યમન સિંધિયાએ પિતા અને પરિવારની સાથે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી છે. તેના પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. દરેક લોકો અલગ-અલગ પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. બધાના મનમાં સવાલ પણ છે કે શું મહાઆર્યમન સિંધિયા પોલિટિક્સ જોઈન કરશે.
Trending Photos
નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા પછી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલીવાર સહપરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. મુલાકાતની જે તસવીર સામે આવી છે તેમાં માત્ર તેમની એકમાત્ર દીકરી જ જોવા મળતી નથી. મુલાકાતની તસવીરમાં જોઈ શકાય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાથી વધારે નજીક તેમના પુત્ર મહાઆર્યમન સિંધિયા પીએમ મોદી સાથે જોવા મળી રહ્યા છેય તસવીરમાં જોઈ શકાય છે કે પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા છે. તેના પછી તેમની માતા માધવી રાજે સિંધિયા, પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની અત્યંત નજીક મહાઆર્યમન સિંધિયાની થઈ રહી છે. લોકોના મનમાં સવાલ પણ છે કે શું મહાઆર્યમન સિંધિયા પોલિટિક્સ જોઈન કરી રહ્યા છે. તેના સંકેત પહેલાં પણ મળતાં રહ્યા છે. પરંતુ પીએમ મોદી સાથે મુલાકાત પછી તેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. અમે તમને સમજાવીશું કે ગ્રેજ્યુએશન પછી જ્યોતિરાદિત્ય સિંધિયાના એકમાત્ર પુત્ર શું કરી રહ્યા છે.
કોણ છે મહાઆર્યમન સિંધિયા?
મહાઆર્યમન સિંધિયા જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર છે. તેમનો જન્મ 17 નવેમ્બર 1995માં થયો છે. મહાઆર્યમનને મ્યુઝિકમાં વધારે રસ છે. મહાઆર્યમને દહેરાદૂનની દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ અમેરિકાની યેલ યૂનિવર્સિટીમાંથી 2019માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આ દરમિયાન મહાઆર્યમન સિંધિયા પિતાના ચૂંટણી ક્ષેત્રમાં પણ જોવા મળતાં રહ્યા છે. એમપી વિધાનસભાની ચૂંટણી 2018 દરમિયાન શિવપુરીમાં પહેલીવાર પબ્લિક રેલી કરી હતી. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં હતા.
ગ્રેજ્યુએશન પછી ગ્વાલિયર-ચંબલમાં એક્ટિવ છે મહાઆર્યમન:-
2019 લોકસભા ચૂંટણીના પરિણામ પછી ગુના-શિવપુરીએ જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી હારી ગયા. તેના પછી તે અમેરિકા ચાલ્યા ગયા હતા. આ દરમિયાન મહાઆર્યમને ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો હતો. ડિગ્રી મળ્યા પછી માતા-પિતા ત્યાં હાજર રહેતા હતા. ગ્રેજ્યુએશન પછી મહાઆર્યમન સિંધિયા ગ્વાલિયર-ચંબલમાં એક્ટિવ થઈ ગયા છે. હવે તે જય વિલાસ પેલેસમાં સારો સમય પસાર કરે છે. આ દરમિયાન જ્યારે તેના પિતાએ કોંગ્રેસ છોડીને બીજેપીમાં જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે મહાઆર્યમન સોશિયલ મીડિયા પર ઘણા આક્રમક જોવા મળ્યા હતા. સાથે જ તે પિતાની સાથે ઉભો જોવા મળ્યો હતો.
બર્થ-ડે પર તલવારથી કાપી હતી કેક:-
મહાઆર્યમન સિંધિયા ગ્વાલિયરમાં રહે છે ત્યારે લોકોને વધારે મળે છે. છેલ્લી વખત તેમણે પોતાના જન્મદિવસે સમર્થકોની સાથે તલવારથી કેક કાપી હતી. પહેલીવાર સાર્વજનિક રીતે બર્થ-ડે ઉજવીને તેમણે વિરોધીઓને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે જ ગયા વર્ષે તેમણે જીવાજી ક્લબમાં વિદ્યાર્થીઓની સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન દરેક સવાલોના જવાબ આપ્યા હતા.
શું ચૂંટણી લડશે મહાઆર્યમન સિંધિયા:-
પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત બાદ અટકળો થવા લાગી છે કે મહાઆર્યમન સિંધિયાની રાજનીતિમાં ઝડપથી એન્ટ્રી થવાની છે. તેને લઈને ગ્વાલિયર-ચંબલના વરિષ્ઠ પત્રકારે જણાવ્યું કે 25-26 વર્ષની ઉંમરમાં જ સિંધિયા પરિવારના લોકો રાજકીય એન્ટ્રીની તૈયારી શરૂ કરી દે છે. મહાઆર્યમનનો અભ્યાસ 2019માં પૂરો થઈ ગયો છે. ત્રણ વર્ષથી મહાઆર્યમન સિંધિયા પરિવારની સાથે રહીને બધી વસ્તુઓને સમજી રહ્યા છે. તે જાણી રહ્યા છે કે તેમની જમીન, સંપત્તિ અને બિઝનેસ ક્યાં-ક્યાં છે. સાથે જ મહાઆર્યમન લોકોને પણ મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી ટિકિટ મળ્યા પછી જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ સભ્યતા ગ્રહણ કરી હતી.
લોકસભા ચૂંટણી લડવાની વધારે સંભાવના:-
જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે જ મહાઆર્યમન સિંધિયા અનેક સાર્વજનિક કાર્યક્રમોમાં જોવા મળી ચૂક્યા છે. પિતા માટે તે અનેકવાર ચૂંટણી પ્રચાર કરતાં જોવા મળ્યા છે. ગ્વાલિયર-ચંબલમાં તે સંપૂર્ણ રીતે એક્ટિવ જોવા મળે છે. 2023ની વિધાનસભાની ચૂંટણી લડવાની સંભાવના ઓછી છે. પરંતુ 2024ની ચૂંટણીમાં મહાઆર્યમન એક સારી ભૂમિકામાં હોઈ શકે છે. અટકળ લગાવવામાં આવી રહી છે કે મહાઆર્યમન ગુના-શિવપુરી કે ગ્વાલિયરથી ચૂંટણી લડી શકે છે. એ ત્યારે થશે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતે ચૂંટણી લડતા નથી. કેમ કે તેમનો રાજ્યસભાનો કાર્યકાળ હજુ લાંબો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે