61 વર્ષના પતિને પ્રેમિકા સાથે ગંદી હરકતો કરતા જોઈ પત્ની ભડકી, પછી જે થયું...જાણીને ધ્રુજારી છૂટી જશે

મધ્ય પ્રદેશથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે  આવ્યો છે કે જાણીને તમે  દંગ રહી જશો. ઉજ્જૈનમાં એક વૃદ્ધને તેની પત્નીએ બીજી મહિલા સાથે કથિત રીતે આપત્તિજનક હાલતમાં જોઈ લેતા પત્ની ગુસ્સામાં કાળઝાળ થઈ ગઈ.

61 વર્ષના પતિને પ્રેમિકા સાથે ગંદી હરકતો કરતા જોઈ પત્ની ભડકી, પછી જે થયું...જાણીને ધ્રુજારી છૂટી જશે

મધ્ય પ્રદેશથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે  આવ્યો છે કે જાણીને તમે  દંગ રહી જશો. ઉજ્જૈનમાં એક વૃદ્ધને તેની પત્નીએ બીજી મહિલા સાથે કથિત રીતે આપત્તિજનક હાલતમાં જોઈ લેતા પત્ની ગુસ્સામાં કાળઝાળ થઈ ગઈ. ગુસ્સે ભરાયેલી મહિલાએ તેના 61 વર્ષના પતિને ખુબ માર્યો. પતિ ગંભીર રીતે ઘાયલ થથા સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં તેનું મોત નિપજ્યું. હોસ્પિટલમાંથી સૂચના મળતા પોલીસે આ મામલાને શંકાસ્પદ ગણીને મૃતદેહને કબજે કરી મૃતકની પત્ની, પુત્ર અને વહુને અટકમાં લીધા. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. 

મળતી માહિતી મુજબ મૃતક નંદકિશોર (61 વર્ષ)નો એક પુત્ર રવિ મેન્ટલ અપરાધી પ્રવૃત્તિવાળો છે. એક મહિનાથી મર્ડર કેસમાં જેલમાં છે. નંદકિશોર તેની પત્ની દ્રૌપદી અને એક પુત્ર તથા વહુ સાથે ઉજ્જૈનના પંવાસા પોલીસ મથક વિસ્તારના રામદેવ મંદિર પાસે રહેતા હતા. નંદકિશોર પોતે ટ્રેક ચલાવતા હતા. પત્ની દ્રૌપદીએ સોમવારે રાતે નંદકિશોરને અન્ય મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. ત્યારબાદ તેમની વચ્ચે ખુબ ઝઘડો પણ થયો. નંદકિશોર પોતે ટ્રક ડ્રાઈવર હતો અને દારૂ પીને ઘરે પહોંચતો હતો. 4 દિવસ પહેલા તેણે વહુ સાથે મારપીટ કરી હતી. જો કે તે સમયે પાડોશીઓ અને પરિજનોની મધ્યસ્થતાથી મામલો શાંત પડ્યો હતો. 

એવું પણ કહેવાય છે કે નંદકિશોરના પુત્ર રાહુલે એક મહિના પહેલા ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેણે પોલીસને નિવેદન આપ્યું હતું કે પિતાની હરકતોના કારણે તે આત્મહત્યા કરી રહ્યો હતો. મૃતકની બહેન મમતાએ જણાવ્યું કે નંદકિશોરના બે પુત્રો રાહુલ ચૌહાણ અને રવિ મેન્ટલ છે. પોલીસ પાસેથી સૂચના મળી કે નંદકિશોરનો પત્ની દ્રૌપદીબાઈ અને પુત્ર રાહુલ સાથે વિવાદ થયો છે. તે ભાઈના ઘરે ગઈ તો ભાભી અને ભત્રીજાએ કહ્યું કે નંદકિશોર ઘરમાં પડી ગયા અને તેમને હોસ્પિટલ લઈ જવાયા છે. મમતા હોસ્પિટલ પહોંચી તો ખબર પડી કે નંદકિશોરનું મોત થઈ ચૂક્યું છે. મમતાએ કહ્યું કે દ્રૌપદી અને રાહુલે જ ભાઈ સાથે મારપીટ કરી હશે જેના કારણે તેમનું મોત થઈ ગયું. 

બીજી બાજુ જિલ્લા હોસ્પિટલના ડોક્ટર જિતેન્દ્ર શર્માએ જણાવ્યું કે નંદકિશોરના માથા અને પીઠ પર ઈજાના નિશાન હતા. હાલત ગંભીર હોવાના કારણે સારવાર માટે તેને વોર્ડમાં દાખલ કરાયો હતો. મોડી રાતે મૃત્યુ થતા પવાસા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃત્યુ મારપીટના કારણે થયેલી ઈજાથી સામે આવ્યું છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news