મધ્યપ્રદેશમાં શ્રી આદિ શંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું 18 સપ્ટેમ્બરે પીએમ મોદી કરશે અનાવરણ

મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે આ ધામનો ઉદ્દેશ્ય ઓંકારેશ્વરને એકાત્મતાનું વૈશ્વિક કેન્દ્ર (Global Center for Oneness) બનાવવાનો છે. અહીં શંકર સંગ્રહાલય બનાવવામાં આવશે જે આધુનિક અને નવીનતાના માધ્યમથી સનાતન ધર્મ અને આદિ શંકરાચાર્યના જીવન અને દર્શનને પ્રસ્તુત કરશે. 

મધ્યપ્રદેશમાં શ્રી આદિ શંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું 18 સપ્ટેમ્બરે પીએમ મોદી કરશે અનાવરણ

ભોપાલઃ ઓમકારેશ્વરમાં શ્રી આદિ શંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું 18 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે અનાવરણ કરાશે. મધ્યપ્રદેશ તેની સાંસ્કૃતિક વારસો, ધાર્મિક પર્યટન, વન્યજીવ પર્યટન અને કુદરતી સમૃદ્ધિ માટે જાણીતું છે. મધ્યપ્રદેશમાં નવા પર્યટન કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે તેના કારણે અહીંના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેનું જીવંત ઉદાહરણ ઉજ્જૈનનો મહાકાલ કોરિડોર છે. જ્યાં હાલમાં કોરિડોર અને મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ દોઢ લાખ લોકો દર્શનાર્થે આવે છે.

મધ્યપ્રદેશ ધાર્મિક પ્રવાસન માટે સમગ્ર ભારતમાં લોકપ્રિય છે. રાજ્યમાં બે જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અને શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે. આ સાથે રાજા રામ મંદિર ઓરછા, શારદાદેવી મા મૈયાર શક્તિપીઠ અને પવિત્ર નર્મદા પરિક્રમા જેવા અલૌકિક સ્થળો છે. અન્ય ધાર્મિક પ્રવાસન સ્થળોમાં પશુપતિનાથ-મંદસૌર, તીર્થરાજ-અમરકંટકનો સમાવેશ થાય છે. ભારતના સૌથી મોટા શિવલિંગોમાંનું એક ભોજપુર, ચિત્રકૂટ છે, જ્યાં ભગવાન શ્રી રામચંદ્ર તેમના વનવાસ દરમિયાન રોકાયા હતા.

મધ્યપ્રદેશમાં આગામી સમયમાં વિવિધ ધાર્મિક સ્થળો પર વિવિધ કોરિડોર અને પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવશે. ઓમકારેશ્વરમાં 2100 કરોડના ખર્ચે શ્રી આદિ શંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 સપ્ટેમ્બરે કરશે. આ સાથે ઓરછા સ્થિત રાજા રામ મંદિરમાં રાજા રામ લોક (કોરિડોર) પણ બનાવવામાં આવી રહ્યો છે. ઉજ્જૈનમાં બનેલા મહાકાલ લોકની જેમ સાલકાનપુરના વિજયાસન દેવી મંદિરમાં પણ 200 કરોડ રૂપિયાના ખર્ચે દેવી લોક (કોરિડોર) બનાવવામાં આવશે.

અગ્ર સચિવ પ્રવાસન અને મેનેજિંગ ડિરેક્ટર, મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડ,  શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ધાર્મિક પ્રવાસન સ્થળો પર નવા કોરિડોર અને વિશાળ પ્રતિમાઓનું નિર્માણ પ્રવાસનને વેગ આપશે. આનાથી સ્થાનિક સમુદાયોમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે. મધ્યપ્રદેશના સુરક્ષિત અને સમૃદ્ધ રાજ્યમાં તમારું સ્વાગત કરવામાં અમને આનંદ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news