ચૂંટણી પરિણામ: મધુ કિશ્વરે કોંગ્રેસની જીત પર આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'આ પાકિસ્તાનની જીત'

ચૂંટણી પરિણામ: મધુ કિશ્વરે કોંગ્રેસની જીત પર આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'આ પાકિસ્તાનની જીત'

જાણીતી લેખિકા અને એક્ટિવિસ્ટ મધુ કિશ્વરે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શન પર કહ્યું છે કે આ ફક્ત કોંગ્રેસની જીત નહી પરંતુ પાકિસ્તાનની પણ જીત છે. આ સાથે જ તેમણે ભાજપ પર પોતાના કોર વોટ બેંકની ઉપેક્ષાનો પણ આરોપ લગાવ્યો. 

વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મધુ કિશ્વરે ટ્વિટ કરીને લખ્યું કે આ જીત એ કોંગ્રેસ અને ડાબેરી ઉદારવાદીઓની જીતની સાથે સાથે પાકિસ્તાનની પણ જીત છે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસનું મુસ્લિમ તૃષ્ટિકરણ ખુબ વધી ગયું. જ્યારે પીએમ મોદીએ પોતાના જ કોર વોટબેંકની ઉપેક્ષા કરી. પાંચ રાજ્યોમાં જે રીતે ટ્રેન્ડ આવી રહ્યાં છે રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તા માટે  ખેંચતાણ છે. 

મધુ કિશ્વર દક્ષિણપંથી વિચારધારાના સમર્થક છે અને વડાપ્રધાન મોદી પર મોદીનામા નામનું એક પુસ્તક પણ લખી ચૂક્યા છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પીએમ મોદી હતાં ત્યારે તેમના ખુબ વખાણ કરતા હતાં. જો કે વડાપ્રધાન તરીકેની તેમની નીતિઓથી તેઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી. 

મધુ કિશ્વરે લખ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસ પાર્ટીનું મુસ્લિમ તૃષ્ટિકરણ ખુબ વધી ગયું. તે મુસ્લિમ લિગમાં બદલાઈ ગઈ. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાના જ કોર વોટ બેંકની ઉપેક્ષા કરી અને કોંગ્રેસની સ્ટાઈલમાં સેક્યુલર બનવાની કોશિશ કરી. આ બધાના સાથની અસફળતા નથી પરંતુ પોતાની પાર્ટીના કેડરને સાથે ન રાખી શકવાની અસફળતા છે. 

તેમણે કહ્યું કે પાર્ટી કેડરને જરાય હળવાશમાં લેવા જોઈએ નહીં. આ સાથે જ તેમણે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે રીતે વધારો થતો ગયો તેને પણ ભાજપની હાર માટે એક જવાબદાર  કારણ ગણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news