છત્તીસગઢમાં કોંગ્રેસ તરફથી કોણ બનશે કિંગ? રેસમાં આ નેતા સૌથી આગળ

આ મામલામાં અત્યાર સુધી ત્રણ ચહેરા સીએમની રેસમાં સૌથી આગળ દેખાઇ રહ્યાં છે. 

 છત્તીસગઢમાં કોંગ્રેસ તરફથી કોણ બનશે કિંગ? રેસમાં આ નેતા સૌથી આગળ

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં કોંગ્રેસ રુઝાનમાં મોટા બહુમત મેળવવા તરફ છે. અહીંની 90 સીટોમાંથી 57 સીટો પર કોંગ્રેસે લીડ બનાવી લીધી છે. ભાજપ 25 સીટો અને અજીત જોગીના નેતૃત્વવાળી છત્તીસગઢ જનતા કોંગ્રેસ તથા બસપા ગઢબંધન સાત સીટો પર અને 1 સીટ પર અન્ય આગળ છે. આ સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજ્યમાં આગામી સરકાર કોંગ્રેસની બનશે. ભાજપ 15 વર્ષમાં પ્રથમવાર સત્તામાંથી બહાર થવાની નજીક છે. આ સાથે કોંગ્રેસમાં તે સવાલ ઉઠી રહ્યો છે કે સત્તામાં આવ્યા બાદ મુખ્યપ્રધાન કોણ બનશે? આ મામલામાં ત્રણ ચહેરા સીએમની રેસમાં સૌથી આગળ દેખાઇ રહ્યાં છે. 

ટીએસ સિંહ દેવઃ છત્તીસગઢની રાજનીતીમાં ટીએસ સિંહ દેવનું નામ વરિષ્ઠ નેતાઓમાં સામેલ છે. 31 ઓક્ટોબર 1951ના જન્મેલા ટીએસ સિંહ દેવનું પૂરુ નામ ત્રિભુવનેશ્વર શરણ સિંહ દેવ છે. ટીએસ સિંહ દેવ વર્તમાનમાં છત્તીસગઢ વિધાનસભામાં નેતા વિપક્ષ છે. 

ટીએસ સિંહ દેવ સરગુજા રજવાડાના રાજા છે અને લોકો તેમને પ્રેમથી ટીએસ બાબાના નામે બોલાવે છે. ટીએસ બાદાએ ઇતિહાસમાં એમએની ડિગ્રી મેળવી છે. તે ભોપાલના હમીદિયા કોલેજના વિદ્યાર્થી રહ્યાં છે. 

રાજકીય સફર
ટીએસ સિંહ દેવે રાજકીય જીવનની શરૂઆત વર્ષ 1983મા અંબિકાપુર નગરપાલિકા પરિષદના અધ્યક્ષ તરીકે કરી હતી. જાહેર જીવનમાં તેના સીધા, સરળ સ્વભાવ અને ઉદાર વ્યવહારને કારણે તેઓ 10 વર્ષ સુધી આ પદ પર રહ્યાં હતા. 

વર્ષ 2008મા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીએસ સિંહ દેવે પ્રથમવાર ચૂંટણી લડી હતી. તે સરગુજા જિલ્લાની અંબિકાપુર સીટથી મેદાનમાં ઉતર્યા અને તેમણે ભાજપના અનુરાગ સિંહ દેવને 948 મતથી હરાવ્યા હતા. વર્ષ 2013ની ચૂંટણીમાં ટીએસ સિંહ દેવ અંબિકાપુર સીટથી મેદાનમાં ઉતર્યા અને આ વખતે તેમનો મુકાબલો ભાજપના અનુરાગ સિંહ દેવ સામે હતો. જેમાં તેમણે 19 હજાર મતથી વિજય મેળવ્યો હતો. 6 જાન્યુઆરી 2014ના ટીએસ સિંહ દેવને વિધાનસભામાં નેતા વિપક્ષ બનાવવામાં આવ્યા હતા. 

તેઓ આ વખતે પણ અંબિકાપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યાં છે. આ વખતે પણ તેમની સામે ભાજપના અનુરાગ સિંહ દેવ છે. 

સૌથી વધુ ધનવાન ધારાસભ્ય
વર્ષ 2013મા યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપેલા એફિડેવિડ પ્રમાણે ટીએસ સિંહ દેવ 500 કરોડથી વધુ સંપત્તિના માલિક છે. તેઓ છત્તિસગઢના સૌથી વધુ ધનવાન ધારાસભ્ય છે. અંબિકાપુર સીટ પરથી ચૂંટણી લડવા સમયે ટીએસ બાબાએ 514 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news